અમેરિકાના આયડહો રાજ્યમાં એક મોટી વિમાન દુર્ઘટના સામે આવી છે. અહીં ગનફાઈટર સ્કાઈઝ એર શો દરમિયાન અમેરિકા નેવીનાં બે ફાઈટર વિમાનો હવામાં એકબીજા સાથે ટકરાઈ ગયાં હતાં. આ દુર્ઘટના એ સમયે સર્જાઈ જ્યારે વિમાનો આકાશમાં પરાક્રમ બતાવી રહ્યાં હતાં. સદનસીબે વિમાનો જમીન પર પડવા અને તેમાં વિસ્ફોટ થતા પહેલાં તમામ 4 પાઇલટ સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. સોશિયલ મીડિયામાં આ દુર્ઘટનાનો વીડિયો ખૂબ જ વાઇરલ થયો છે. માઉન્ટેન હોમ એરફોર્સ બેઝની પાસે આયોજિત એર શોમાં પ્રદર્શન કરી રહેલા અમેરિકન નેવીના બે ઇએ-18જી ગ્રોવલર ફાઇટર વિમાન હવામાં જ એકબીજા સાથે ટકરાઈ ગયા હતા.

