સર ડેવિડ એટનબરોએ 8 મેના દિવસે તેમની 100મી વર્ષગાંઠ ઉજવી હતી. તેમણે પ્રાકૃતિક વિશ્વની અજાયબીઓ આપણા ઘરમાં લાવી મૂકી દીધી અને આપણા પૃથ્વી ગ્રહની કાળજી રાખવા પેઢીઓને પ્રેરણા આપી છે. તેમના કાર્યોએ પ્રકૃતિને અલગ જ નજરિયાથી નિહાળવા અને જો આપણે તેનું રક્ષણ નહિ કરીએ તો આપણે કેટકેટલું ગુમાવીશું તે સમજવામાં કરોડો લોકોને મદદ કરી છે.
તેમના પોતાના જ શબ્દોમાં સમજીએઃ
• મને એમ લાગે છે કે પ્રાકૃતિક વિશ્વ રોમાંચનો મહાન સ્રોત છે, દૃષ્ટિસૌંદર્યનો મહાન સ્રોત છે અને બૌદ્ધિક રસનો મહાસ્રોત છે.
• જીવનમાં તે એવો મહાસ્રોત છે જે જીવનને જીવવાલાયક બનાવે છે.
• આપણે બધા આ સમયે આ સ્થળના મુલાકાતી છીએ. આપણે તો માત્ર પસાર થઈ રહ્યા છીએ. અહીં આપણો હેતુ માત્ર નીરિક્ષણ કરવા, શીખવા, વિકસવા, પ્રેમ કરવાનો જ છે અને તે પછી આપણે ઘેર પરત ફરીશું.
• આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, આપણે પ્રાકૃતિક વિશ્વ પર સંપૂર્ણપણે આધારિત છીએ. તે આપણને ખાઈએ છીએ તે અન્નનો પ્રત્યેક કોળિયો અને લઈએ છીએ તે પ્રત્યેક શ્વાસ પૂરો પાડે છે. તે આપણી પાસેની સૌથી મહામૂલી વસ્તુ છે અને આપણે તેનું રક્ષણ કરવાની જરૂર છે. અત્યારે જ એક્શન લેવાની આપણી ક્ષમતા પર જ આપણું ભવિષ્ય આધાર રાખે છે.
• પરંતુ, આપણી પોતાની, આપણા કુદરતી સંસાધનોની અને આપણે ગત પેઢીઓ પાસેથી વારસામાં પ્રાપ્ત કરેલા આપણા પૃથ્વી ગ્રહની આપણે કાળજી લઈશું, ત્યારે જ આ થશે.
• ટીએસ ઈલિયટના શબ્દોને યાદ કરવાનો સમય છેઃ
‘વર્તમાન સમય અને ભૂતકાળનો સમય
બંને કદાચ, ભવિષ્યના સમયમાં હાજર હશે.’
વાલ્મિક થાપરઃ ભારતના પ્રાકૃતિક સંરક્ષણના ફલક પર ‘ટાઈગર મેન’ તરીકે પ્રસિદ્ધ મૂઠી ઊંચેરા માનવીએ વન્યજીવનના જતન અને વિશેષતઃ વાઘ પર સંપૂર્ણ ધ્યાન આપવા જીવનના ચાર દાયકાથી વધુ સમય સમર્પિત કર્યો હતો. તેમણે 1998માં બીબીસી પર 6 ભાગની શ્રેણી ‘ઈન્ડિયા લેન્ડ ઓફ ધ ટાઈગર’ પ્રસ્તુત કરી હતી. ભારતના મૂલ્યવાન વન્યજીવન અને ખાસ કરીને વાઘ પર ભાર મૂકતી આ અભૂતપૂર્વ શ્રેણીએ ઉત્કૃષ્ટ સમજ આપી હતી.
આપણે માનવીઓ
• આપણે જે રીતે વિશ્વને નિહાળીએ છીએ તે જ આપણા વ્યવહારને ઘડે છે.
• જો પર્વત દેવમૂર્તિ છે, તે કાચી ધાતુનો ઢગલો નથી.
• જો વન પવિત્ર વૃક્ષવાટિકા છે, માત્ર લાકડું નથી.
• જો અન્ય પ્રજાતિઓ જૈવિક સ્વજન છે, માત્ર સંસાધન નથી.
• જો પૃથ્વી ગ્રહ આપણી માતા છે, તે કોઈ તક નથી.
• તો જ, આપણે એકબીજા સાથે આદરપૂર્ણ વ્યવહાર કરીશું.
વિશ્વને અલગ જ પરિપ્રેક્ષ્યથી નિહાળવું એ પડકાર છે. આપણી પૃથ્વીની સુંદરતા પ્રચંડ સંવેદનાનું સર્જન કરે છે અને તે સંવેદના થકી તમે જ્ઞાન અને દુર્લભ ચેતનાને પ્રસારિત કરી શકો છો.
જેટલું મારું જીવન દીર્ઘ રહેશે ,જીવન વધુ સુંદર બની રહેશે. જો તમે સુંદરતાને અવગણવાની મૂર્ખામી કરશો તો થોડા જ સમયમાં તમે તેને ગુમાવી બેસશો. તમારું જીવન ગરીબ બની જશે. પરંતુ, જો તમે સુંદરતામાં રોકાણ કરશો તો તમારા જીવનના તમામ દિવસોમાં તે તમારી સાથે જ રહેશે.
યુકેમાં મારા 50 વર્ષ દરમિયાન મારા જીવનનો શ્રેષ્ઠ આનંદ આપવા બદલ સર ડેવિડ એટનબરો અને બીબીસી, આપનો ઘણો ઘણો આભાર.

