લાહોરમાં મહોલ્લાનાં વર્તમાન મુસ્લિમ નામ બદલી જૂનાં હિન્દુ નામ આપવા કવાયત

Wednesday 20th May 2026 07:09 EDT
 
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં અનોખો ઘટનાક્રમ સામે આવી રહ્યો છે. અહીં હિન્દુ મહોલ્લાને તેની જૂની ઓળખ આપવા કવાયત ચાલી રહી છે. તેવામાં અનેક મહોલ્લાનાં નામ બદલીને તેને જૂના હિન્દુ નામ અપાયાં છે. કહેવાય છે કે, હાલમાં જે મહોલ્લાનાં મુસ્લિમ નામ છે, તે ભૂતકાળમાં હિન્દુ નામે ઓળખાતા હતા. દાખલ તરીતે સુન્નતનગર નામ બદલીને સંતનગર કરી દેવાયું છે. આ સમગ્ર કવાયત ખાસ કરીને લાહોર શહેરમાં ચાલી રહી છે. છેલ્લા બે મહિનામાં અહીં 9 સ્થાનોને તેમનાં જૂનાં હિન્દુ નામ આપવામાં આવ્યાં છે.
આ પહેલાં લાહોરના ઇસ્લામપુરનું નામ કૃષ્ણનગર થઈ ગયું છે. સુન્નતનગર હવે સંત નગર તરીકે ઓળખાય છે. મૌલાના જફર ચોક પરી લક્ષ્મી ચોક તરીતે ઓળખાય છે. બાબરી મસ્જિદ ચોકનું નામ બદલીને ફરી જૈન મંદિર ચોક થઈ ગયું છે. મુસ્તફાબાદને ફરી ધર્મપુરા નામ મળ્યું છે. સર આગા ખાન ચોક હવે ડેવિસ રોડ તો અલ્લામાં ઇકબાલ રોડ ફરી જેલ તરીકે ઓળખાય છે. ફાતિમા જિન્ના રોડ હવે ક્વીન્સ રોડ તો બાગ-એ-જિન્ના હવે લોરેન્સ રોડ તરીકે ઓળખાય છે.
પ્રાંતના મુખ્યપ્રધાન મરિયમ નવાઝના નેતૃત્વમાં આ પહેલ થઈ છે. મરિયમે માર્ચ મહિનામાં એક બેઠક બોલાવી હતી. તે બેઠકમાં લાહોરને મુદ્દે એક ખાસ પ્રોજેક્ટ પર ચર્ચા થઈ હતી. તે પ્રોજેક્ટનું નામ લાહોર હેરિટેજ એરિયા રિવાઇવલ પ્રોજેક્ટ છે. બેઠકમાં નિર્ણય લેવાયો કે, લાહોરનાં વર્તમાન મુસ્લિમ નામોને બદલે જૂનાં હિન્દુ નામ આપવામાં આવે.


comments powered by Disqus