લીલાખાઃ સ્વામીનારાયણ મંદિર વડતાલના કાર્યનિષ્ઠને ઉત્સવ સમર્પિત સાધુ શ્યામવલ્લભ સ્વામીનો 14 મેના રોજ 40 વર્ષની નાની વયે અક્ષરવાસ થતાં સત્સંગીઓમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ હતી.
વડતાલ મંદિર દ્વારા ઉજવાતા નાનામોટા ઉત્સવોમાં શ્યામ સ્વામી અગ્રેસર રહ્યા છે. સભાસંચાલન પર સ્વામીની પકડ હતી. એમણે રવિસભાના માધ્યમ દ્વારા ઉત્સવો માટે સ્વયંસેવકોની આખી ટીમ તૈયાર કરી હતી. જે ઉત્સવોમાં તેમની પડખે અડીખમ ઉભી રહેતી હતી. પંચોતેર ઉપરાંત ગામોના સત્સંગી યુવાનો પર શ્યામસ્વામીનો સત્સંગ પ્રભાવ હતો.
સ્વામીની કાર્યપ્રણાલીથી ખુદ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ કોઠારી દેવપ્રકાશ સ્વામી ઉપરાંત વડીલ સંતો હરિભક્તો સહુ કોઈ પ્રભાવિત થયા છે. સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના ગાદીપતિ વિષ્ણુપ્રકાશદાસ, કોઠારી વિવેક્સાગર સ્વામી, સરધાર ધામના ગાદીપતિ અને કોઠારી સ્વામી સહિતના સાધુ-સંતોએ શ્યામવલ્લભ સ્વામીના આત્માને મોક્ષ મળે તેવી શ્રીજી મહારાજ સમક્ષ પ્રાર્થના-ધૂન કર્યા હતા.

