તહેરાનઃ ઇરાનમાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનની કથા હવે ભયાનક નરસંહારમાં ફેરવાઈ ગઈ છે. અહેવાલો અનુસાર ખામેનેઈ શાસન વિરુદ્ધ ચાલતા આંદોલનમાં અત્યાર સુધી 16,500 કરતાં વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ કોઇ સામાન્ય અથડામણના મોતના આંકડા નથી, પણ ટાર્ગેટ કિલિંગ છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી પ્રદર્શનકારીઓનાં માથા, ગરદન અને છાતી પર ગોળીઓ મારવામાં આવી છે. 3.3 લાખથી વધુ લોકો ઘાયલ થયા છે તથા હજારો લોકોએ પેલેટ ગન અને ગોળીબારથી આંખો ગુમાવી છે.

