નેપાળમાં વડાપ્રધાનના પદ માટે સ્પર્ધાઃ નવી પેઢી ઓલીની વિરુદ્ધમાં

Wednesday 21st January 2026 06:03 EST
 
 

કાઠમંડુઃ કડકડતી ઠંડીમાં પણ હિમાલયન રાષ્ટ્રમાં આગામી 5 માર્ચની ચૂંટણી અંગે ગરમાવો ફેલાઈ રહ્યો છે. ત્રણ પક્ષોએ વડાપ્રધાનપદ માટેના પોતપોતાના ઉમેદવારો નિશ્ચિત કરી લીધા છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળે તાજેતરમાં પદભ્રષ્ટ કરાયેલા 74 વર્ષીય પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્માને ફરી એક વાર વડાપ્રધાનપદ માટેના ઉમેદવાર તરીકે પક્ષની આંતરિક મીટિંગમાં ચૂંટી કાઢ્યા છે. નેપાળની સૌથી જૂની પાર્ટી નેપાળ કોંગ્રેસ અને નવરચિત રાષ્ટ્રીય સ્વાતંત્ર પાર્ટીએ અનુક્રમે 50 વર્ષથી જ ઓછી વયના ઉમેદવારને પક્ષની આંતરિક મીટિંગમાં ચૂંટી કાઢ્યા છે.
ગત સપ્તાહે જ 49 વર્ષના નેપાળી કોંગ્રેસના પ્રમુખ ગગન થાપાને પક્ષના વડાપ્રધાનપદ માટેના ઉમેદવાર તરીકે ચૂંટી કઢાયા છે. નેપાળના યુવા વર્ગે તેઓને પોતાના પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ચૂંટી કાઢ્યા છે, બીજી તરફ તે પક્ષના જ એક બીજા વિભાગે પૂર્વ વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને ઉમેદવાર તરીકે ચૂંટી કાઢ્યા છે. તેઓ કહે છે કે, ‘અમે જ સાચી નેપાળી કોંગ્રેસ છીએ.’
સૌથી લોકપ્રિય ઉમેદવાર તો ‘બાલન’ તરીકે ખ્યાતનામ બની ગયેલા 35 વર્ષના કાઠમંડુના મેયર બાલેન્દ્ર શાહ છે. તેઓ મેયરપદની ચૂંટણી તો અપક્ષ તરીકે જીત્યા હતા, પરંતુ હવે તેઓ તેમની ટીમ સાથે રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીમાં જોડાઈ ગયા છે.


comments powered by Disqus