બાંગ્લાદેશમાં હિન્દુઓ પર એક વર્ષમાં 645 હુમલા

Wednesday 21st January 2026 06:03 EST
 
 

ઢાકાઃ બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા સર્જાયા પછી હિન્દુ સમુદાય પર હુમલાઓની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. જો કે આ હિંસક ઘટનાને બાંગ્લાદેશની વચગાળાની સરકાર અવગણી રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારે સોમવારે જણાવ્યું કે, 2025 દરમિયાન દેશમાં લઘુમતી સમુદાય(હિન્દુ) સાથે જોડાયેલી મોટાભાગની ઘટનાઓ ‘ગુનાઇત પ્રકૃતિ’ની હતી અને આની પાછળ કોઈ સાંપ્રદાયિક હેતુ નથી.
મુખ્ય સલાહકાર મોહંમદ યુનુસ દ્વારા આ નિવેદન એવા સમયે અપાયું છે, જ્યારે થોડા દિવસ પહેલાં 9 જાન્યુઆરીએ ભારતે બાંગ્લાદેશ પર ત્યાં હિન્દુ સમુદાય પર થતી હુમલાની ઘટના સામે ‘ઝડપથી અને દૃઢતાપૂર્વક’ પગલાં લેવા માટે દબાણ કર્યું હતું. ભારતે આ ઘટનાઓને બાહ્ય કારણો સાથે જોડવાના પ્રયાસોને ‘ચિંતાજનક’ ગણાવ્યા હતા. ભારતે આ પ્રતિક્રિયા તાજેતરના અઠવાડિયાઓમાં બાંગ્લાદેશમાં અનેક હિન્દુઓની હત્યાના બનાવોના સંદર્ભે આપી હતી.
બાંગ્લાદેશની વચગાળાની સરકારે એક વર્ષના અધિકૃત પોલીસ રેકોર્ડનો હવાલો આપી જણાવ્યું કે, 2025માં જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન લઘુમતી હિન્દુઓ પર હુમલાની કુલ 645 ઘટના નોંધાઈ હતી.


comments powered by Disqus