સુવર્ણમંદિરના સરોવરમાં મુસ્લિમ યુવાનનું વઝુ

સંક્ષિપ્ત સમાચાર

Wednesday 21st January 2026 06:03 EST
 
 

અમૃતસરના સુવર્ણમંદિરમાં એક મુસ્લિમ યુવકે પવિત્ર સરોવરનાં પાણીથી વઝુ કર્યું હતું, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા પછી વિવાદ સર્જાયો છે. વીડિયોમાં યુવક સરોવરમાં પગ ડુબાડતો, કોગળા કરતો અને નાક સાફ કરતો જોવા મળ્યો.

• ઓનલાઇન સટ્ટાબાજીની 242 લિન્ક બ્લોકઃ ઓનલાઇન સટ્ટાબાજી, જુગારની વેબસાઇટ્સ વિરુદ્ધ કેન્દ્ર સરકારે શુક્રવારે આકરાં પગલાં લેતાં 242 લિન્ક બ્લોક કરી દીધી છે. સૂત્રો મુજબ કેન્દ્ર સરકારે અત્યાર સુધી ગેરકાયદે સટ્ટાબાજી અને જુગારની 7800થી વધુ વેબસાઇટ્સ બંધ કરી દીધી છે.

• એક વર્ષમાં વિવિધ દેશોથી 25 હજારથી વધુ ભારતીયો ડિપોર્ટઃ છેલ્લાં 5 વર્ષમાં વિશ્વના 81 દેશોથી 1 લાખથી વધુ ભારતીયોને ડિપોર્ટ કરાયા. છેલ્લા એક વર્ષમાં જ વિવિધ દેશોથી 25 હજારથી વધુ લોકોને ભારત ડિપોર્ટ કરાયા છે.

• સ્પેનમાં 2 ટ્રેનના અકસ્માતમાં 39નાં મોતઃ સ્પેનમાં પૂરઝડપે જતી પેસેન્જર ટ્રેને કાબૂ ગુમાવી દીધો હતો, જેને પગલે આ ટ્રેન પાટા પરથી ખડી ગઈ અને સામેથી આવી રહેલી અન્ય ટ્રેન સાથે ટકરાઈ હતી. બે ટ્રેનો વચ્ચેની આ ટક્કરના કારણે 39 લોકોનાં મોત થયાં, જ્યારે 120થી વધુ મુસાફરો ઘાયલ થયા.

• કાબુલ બોમ્બ વિસ્ફોટમાં 7નાં મોતઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે સવારે સૌથી સુરક્ષિત ગણાતા શહર-એ-નવ વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં ભીષણ બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 6 અફઘાની અને એક ચાઇનીઝ વ્યક્તિનાં મોત થયાં છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિક રહે છે.

• ઇન્ડોનેશિયામાં ગુમ વિમાનનો કાટમાળ મળ્યોઃ ઇન્ડોનેશિયન બચાવ ટીમે રવિવારે ગુમ થયેલા વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો હતો. જે વાદળછાયા વાતાવરણ દરમિયાન સુલાવેસી ટાપુ પર પર્વતીય પ્રદેશની નજીક પહોંચતી વખતે 11 લોકો સાથે ક્રેશ થયું હતું.


comments powered by Disqus