• શનિવાર ૧૭ ઓક્ટોબરના રોજ વિરાયતન યુ.કે. એ વિરાયતનના પ્રેસિડેન્ટ ડો.અભય ફિરોદીયા અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રી શાંતિલાલ મુથ્થાને આમંત્રી એક પ્રેરણાદાયી સાંજનું આયોજન વિરાયતનના સાધ્વી પૂ. શિલાપીજીની હાજરીમાં કર્યું હતું જેમાં જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. જેના સચિત્ર અહેવાલ માટે જુઓ આગામી ગુજરાત સમાચાર.
• વન જૈન અને અમેરિકાની સંસ્થા JAINA કોન્ફરન્સનું આયોજન રવિવાર ૧૮ ઓક્ટોબરના રોજ નવનાત સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું.
• સોમવાર ૧૯ ઓક્ટોબરના રોજ હાઉસ ઓફ પાર્લામેન્ટ ખાતે જૈન ઓલ પાર્લામેન્ટરી ગૃપ અને ઇનસ્ટીટ્યુટ ઓફ જૈનોલોજીએ “અહિંસા ડે’નું આયોજન કરેલ.
• મંગળવાર તા.૨૦ ઓક્ટોબરના રોજ જૈન અને ક્રિશ્ચિયન સાથે મળી વિશ્વમાં શાંતિની સ્થાપના માટે “અહિંસા’ને પુષ્ટિ આપતી જૈન વેટીકન કોન્ફરન્સનું આયોજન બ્લુ રૂમ્સ, હેરોમાં થયેલ.
આ બધા કાર્યક્રમોના સચિત્ર અહેવાલ માટે જુઓ આગામી ગુજરાત સમાચાર, એશિયન વોઇસના અંક.
જેઓ લવાજમી ગ્રાહક ન હોય તેમને સમાજના લેટેસ્ટ સમાચારથી માહિતગાર બનવા પ્રેરવા, આંગળી ચીધ્યાનું પુણ્ય ઉપાર્જન કરવા અમારા સંનિષ્ઠ વાચકોને નમ્ર વિનંતિ. આપણા સૌના માનીતા પર્વ દિવાળીના વિશેષાંકની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. આપનાં સગાં-સહોદર, મિત્રોને દિવાળીની આદર્શ ભેટ એટલે “ગુજરાત સમાચાર’ અને “એશિયન વોઇસ’નું લવાજમ. વર્ષભરના સંભારણા સમી સુંદર ભેટ આપવાનો અણમોલ અવસર.

