દુબઈઃ ફ્લાય દુબઈના વિમાનને હાઇજેકિંગથી બચાવનારા અને હાલ સારવાર લઈ રહેલા કેપ્ટન સ્મિત મચ્છરે કહ્યું હતું કે, ઇન્શાઅલ્લાહ હું ટૂંક સમયમાં પરત ફરીશ અને વિમાન ઉડાવતો થઈ જઈશ. વિમાનની કોકપિટમાં કો-પાઇલટ દ્વારા જીવલેણ હુમલામાં ઘાયલ સ્મિત મચ્છર હાલ સારવાર લઈ રહ્યા છે.
ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરે ફ્લાય દુબઈની ઘટના બાદ આપેલા પ્રથમ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, કોકપિટમાં મારા પર કંઈક પડ્યું હોય તેવો અહેસાસ થયો હતો, જ્યારે ખરેખર મને માથા પર માર મરાયો હતો. મારા પર અનેક વખત પ્રહાર કરાયો, જેને કારણે હું બેભાન પણ થતો રહ્યો હતો.

