‘તિલક કરતાં ત્રેપન વહ્યાં...’ અને ‘એક મૂરખને એવી ટેવ...’ જેવા છપ્પા દ્વારા સમાજમાં પ્રવર્તમાન દંભ, અંધશ્રદ્ધા, આડંબર પર તીખા ચાબખાં મારનાર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જ્ઞાની કવિ અખા ભગત (17મી સદી)ની જન્મ જયંતીની કેનેડામાં ઉજવણી કરાઇ હતી. કેનેડામાં વસતાં તેમના વંશજોએ ‘અખાનિવાસ’માં ધાર્મિક અને સાંસ્કૃતિ ઉજવણી કરી આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. આ પ્રસંગે પરિવારજનો ઉપરાંત મિત્રવર્તુળ એકત્ર થયા હતા અને અખા ભગતના છપ્પાઓનું ગાન કર્યું હતું.

