વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર બરાબર દેખાય તે રીતે ગોઠવીને હાન્નાહ ધ ગાર્ડિયનના વાચકો સમક્ષ જાહેર કરે છે કે ભારતને પાર્લામેન્ટમાં મહિલાઓના પ્રતિનિધિત્વને વધારવામાં નિષ્ફળતા સાંપડી છે.
ધ ગાર્ડિયનના વાચકોને એમ વિચારવા માટે માફી આપી શકાય કે હિન્દુ રાષ્ટ્રવાદી મોદી (હાન્નાહને ભારતીય વડા પ્રધાનને આમ વર્ણવવાનું ગમે છે) એ પાર્લામેન્ટરી બેઠકોમાં મહિલાઓનો ક્વોટા એક તૃતીઆંશ વધારવાના પ્રગતિશીલ વિચારને અવરોધ્યો છે.
હકીકત એ છે કે કોંગ્રેસના વડપણ હેઠળ વિરોધપક્ષોએ બિલની વિરુદ્ધ મતદાન કર્યું અને તેને કાયદાનું સ્વરુપ લેવા દીધું નથી.
વિરોધપક્ષોનો દાવો એ છે કે વડા પ્રધાન મોદી અને તેમની પાર્ટીએ મહિલાઓના ક્વોટાને સીમાંકન પ્રક્રિયા સાથે સાંકળ્યો છે. સીમાંકન અથવા ડીલિમિટેશન પ્રક્રિયા 2011ની વસ્તીગણતરી પર આધારિત વસ્તીના ધોરણે પાર્લામેન્ટરી બેઠકોને આંકવાની પ્રક્રિયા છે, જેના થકી 543 સંસદીય બેઠકોની સંખ્યા વધીને 850 થઈ હોત. કોંગ્રેસના વડપણ હેઠળ વિરોધપક્ષોના કહેવા મુજબ આ પ્રક્રિયા દક્ષિણના રાજ્યો માટે નુકસાનકારી બની રહેત. ગૃપ્રધાન અમિત શાહે તો પાર્લામેન્ટરી બેઠકોમાં દક્ષિણના રાજ્યોના હિસ્સા સંદર્ભે ગેરન્ટી પણ ઓફર કરી હતી.
એક બાબત સ્પષ્ટ છે કે કોંગ્રેસના વડપણ હેઠળ વિપક્ષોને મહિલાઓના કલ્યાણને આગળ વધારવામાં કોઈ રસ ન હતો. વડા પ્રધાન મોદીએ ભાજપ દ્વારા અમલી બનાવાયેલા અનેક પ્રગતિશીલ પરિવર્તનો બાબતે કોંગ્રેસ
દ્વારા વિશ્વાસઘાતના લાંબા ઈતિહાસનો પર્દાફાશ કર્યો છે.
વડા પ્રધાન મોદીએ પાર્લામેન્ટમાં જણાવ્યું હતું કે,‘કોંગ્રેસે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના સુધારાઓથી માંડી ડિજિટલ પેમેન્ટ આર્કિટેક્ચર, જનરલ કેટેગરીમાં ગરીબો માટે અનામત, ટ્રિપલ તલ્લાક, યુનિફોર્મ સિવિલ કોડ, વકફ બોર્ડમાં સુધારાથી માંડી સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) હેઠળ શરણાર્થીઓને રાહત આપવાના પગલાંઓ સહિતના અનેક સુધારાઓનો વિરોધ જ કર્યો છે.’ તેમણે આને કોંગ્રેસ દ્વારા અપનાવાયેલી ભાગલા પાડો અને રાજ કરોની બ્રિટિશ નીતિના વારસા તરીકે ગણાવી હતી.
આશા રાખીએ કે ગાર્ડિયનના વાચકોએ હાન્નાહના આર્ટિકલને ગંભીરતાથી લીધો નહિ હોય. તથાકથિત ફેમિનિસ્ટ્સ, માનવાધિકાર જૂથો અને લઘુમતીઓના રક્ષણહારો વાસ્તવમાં વાતોના વડા જ કરતા રહે છે. તેઓ કદી પ્રગતિ ઈચ્છતા જ નથી. તેઓ ભારતને તોડી પાડવાના આખરી ઉદ્દેશ સાથે વિવાદો સર્જવા સિવાય કશું કરતા નથી. ભારતના લોકોએ આ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કપટકારોને ઓળખી લેવાની જરૂર છે. તેઓ કદી સફળ નહિ થાય.
