અનાર્ય દેશ જ્યાં પ્રચુર માત્રામાં હિંસા થાય છે તેવા પ્રદેશ કંપાલા, યુગાન્ડા, (ઈસ્ટ આફ્રિકા)માં જૈન ફેમિલીનાં ઘરે ઘરકામ કરતી શ્રીમતી એગ્નેસ જે જન્મે આફ્રિકન છે, આફ્રિકન સંસ્કારો સાથે ઉછરીપરંતુ જૈન ફેમિલી નાં સત્સંગ માં આવવાથી..વર્ષીતપ નો પ્રારંભ કર્યો અને આજે પારણું કર્યું.. ચાલુ વર્ષીતપ દરમ્યાન આસો અને ચૈત્રી ઓળી દરમ્યાન બેસણાં ની જગ્યા એ આયંબિલ (ઠામ ચૌવિહારથી) કર્યા.. છેલ્લા ચાર પાંચ વર્ષથી બન્ને ઓળી કરે છે (ઠામ ચૌવિહાર સાથે...રસોઈ બનાવવા માં હેલ્પ કરીને) આઠ ઉપવાસ એકવાર ચૌવિહારા અને ૧૬ ઉપવાસ એકવાર કરેલ છે.. નોન વેજ જીવન માંથી સદંતર ત્યાગ કરેલ છે.. તેમની દીકરીને સંસ્કાર માટે ત્યાં કોન્વેન્ટ સ્કૂલને બદલે સ્વામીનારાયણ સ્કુલમાં ભણાવવા મુકેલ છે..આવા અજૈન, અને અનાર્ય કુળમાં જન્મ પામીને પરંતુ જૈન પરિવારનું સાનિધ્ય પામી ને આ આત્મા કર્મો ખપાવીને નજીકનાં ભવોમાં મોક્ષગામી બને તેવી અભ્યર્થના ખૂબ ખૂબ અનુમોદના. (ફોટો સૌજન્યઃ x.com: @TanviSolanki_)

