પ્રિયેશ શાહ અને બેન્ડે ભજન જામીંગમાં સૌને ઝૂમતાં કર્યા

- જ્યોત્સના શાહ Wednesday 22nd April 2026 07:44 EDT
 
 

શનિવાર તા. ૧૮ એપ્રિલે કિંગ્સબરીની જ્યુઇસ (JFS) સ્કુલમાં ભજન જામીંગનો સુમધુર કાર્યક્રમ યુવા કલાકાર પ્રીયેશ શાહે પ્રસ્તુત કરી નાના-મોટા સૌને સતત ત્રણ કલાક ભક્તિરસમાં તરબોળ કરી દીધાં. ભજનમય બનવાની આ પરંપરા તાજેતરમાં ઇસ્કોનથી શરૂ થઇ હોવાનું જાણવા મળ્યું. જે યુવાનોને ભારતીય સંસ્કૃતિ-ધર્મ તરફ આકર્ષવા સહિત તન-મનની સ્ફુર્તિ ને સુખાકારીનો સુખદ અવસર પ્રદાન કરી રહી છે. કૃષ્ણ, રામ, શિવ, શ્રીનાથજીની ભક્તિમાં મશગૂલ બની નાચ-ગાનનો અદભૂત સંગમ આ કાર્યક્રમમાં જોવા મળ્યો. પ્રીયેશના અવાજનો જાદુ, ભરપૂર એનર્જી સહ એના વાધ મંડળીના સૂરોની સંગતે સૌને નિજાનંદની અનુભૂતિ કરાવી. આપણા યુવાનો આ રીતે ભક્તિ તરફ વળતાં જોઇને ગૌરવ ઉપજે. પ્રીયેશના માતા-પિતા તેમજ કુટુંબીજનોનનું  પ્રોત્સાહન તથા સખત પરિશ્રમની ઝાંખી આ કાર્યક્રમે કરાવી. 


comments powered by Disqus