લંડનઃ મનુભાઈ માધવાણીના પૌત્ર મિહિર માધવાણીનું વેડિંગ રિસેપ્શન સાચે જ ભવ્ય અને યાદગાર પ્રસંગ બની રહ્યો હતો. મનુભાઈ તેમના મજબૂત મૂલ્યો, વિનમ્રતા અને નોંધપાત્ર બિઝનેસ વિરાસત માટે એશિયન કોમ્યુનિટીમાં ભારે આદરપાત્ર છે અને તેમનો પરિવાર ગૌરવ સાથે આ વારસાને આગળ ધપાવી રહ્યો છે.
શ્રેય માધવાણી અને અપર્ણા માધવાણીના પુત્ર મિહિરના લગ્ન રાજ અને પ્રીતિ શ્રોફની પુત્રી દીયા સાથે થયા છે. તેમનો લગ્ન સમારંભ ભવ્યતા સાથે ઉદયપુરમાં યોજાયો હતો અને લંડનના પાર્ક લેનની હિલ્ટન હોટેલ ખાતે ભવ્યતમ રિસેપ્શન યોજાયું હતું. રિસેપ્શનમાં નિકટનો પરિવાર, મિત્રો તેમજ સમગ્ર યુકે અને વિશ્વમાંથી અગણી બિઝનેસ વ્યક્તિત્વોએ હાજરી આપી હતી. પરિવારજનોમાં કમલેશ માધવાણી, શૈલા માધવાણી, મયુર માધવાણી, નિમિષા માધવાણી, શિફા માધવાણી, જય અને ફાબિઓ, નતાશા માધવાણી અને ફરદીન ખાનનો સમાવેશ થયો હતો.
મહેમાનોની અગ્રણી વ્યક્તિત્વોની યાદીમાં યોગેશ મહેતા, નિક કોટેચા OBE, વિનુ ભટ્ટેસા, અનિલ અગ્રવાલ, લોર્ડ જિતેશ ગઢિયા, લોર્ડ ડોલર પોપટ, અમીત જોગીઆ, દેવેન સાંઘાણી, અતુલ સાંઘાણી, વ્રજભાઈ પાનખાણીઆ, કમલ પાનખાણીઆ, મનોજ લાડવા, પૂર્વ સાંસદ શૈલેષ વારા અને કેતન કોટેચાનો સમાવેશ થયો હતો. અપર્ણા માધવાણી દ્વારા ઉષ્માસભર આવકાર સાથે રિસેપ્શનની સાંજનો આરંભ થયો હતો. તેમમે નવદંપતી માટે પ્રાર્થના અને આશીર્વાદ આપવા ડો. નંદકુમારાજીને આમંત્રિત કર્યા હતા. અપર્ણા માધવાણીએ હૃદયસ્પર્શી સંબોધનમાં ખુશી અને લાગણીઓને વહાવી હતી તેમજ પોતાની દીકરી તરીકે પરિવારમાં દીયાને હુંફાળો આવકાર આપ્યો હતો. આ પછી, કમલેશભાઈ માધવાણીએ સંબોધનમાં માધવાણી પરિવારના ટકાઉ મૂલ્યો વિશે જણાવ્યું હતું અને મિહિર અને દીયાને સાથે મળી નવી યાત્રાના આરંભે આશીર્વાદ પાઠવ્યા હતા. દીયાના પિતા રાજ
શ્રોફે હૃદયસ્પર્શી સંબોધનમાં પોતાનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,‘હું મિહિરને મારા હૃદયનો મોટો હિસ્સો આપી રહ્યો છું.’ રિસેપ્શનમાં ઉપસ્થિત રહેલા સીબી પટેલે નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. સેલિબ્રેશનમાં કેક કટિંગ, મ્યુઝિક, ડાન્સ અને સ્વાદિષ્ટ ડિનરનો સમાવેશ થયો હતો. વેડિંગ રિસેપ્શનમાં ઉપસ્થિત તમામ લોકો માટે આ પ્રસંગ સ્મરણીય બની રહ્યો હતો.

