શુક્રવાર ૧૮ સપ્ટેમ્બરની સાંજે સ્ટેનમોર ખાતે શ્રી નાનુભાઇ મહેતાના નિવાસ સ્થાને કૃપાળુ દેવ ભક્તિનો એક ભાવ સભર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 100 જેટલા આમંત્રિત ભાવિકો ભક્તિમાં મગ્ન બન્યાં હતાં. મોડીરાત સુધી સૌ ભક્તિ કેરા રંગમાં ભીંજાઇ ગયા હતાં.આ પ્રસંગે નાનુભાઇના માતુશ્રીને ખાસ યાદ કરી અંજલિ અર્પી હતી.
નાનુભાઇના માતુશ્રી સ્વ. પુરીબહેન લક્ષ્મીચંદ મહેતાનો જન્મ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મ સ્થળ વવાણિયામાં ૧૮૯૫માં થયો હતો. તેમના પિતાશ્રી અભેચંદ વોરા ગુરૂદેવ શ્રીમદ્ રાજચંદ્રના સંબંધી થાય. સ્વ. પુરીબહેન, નાનુભાઇ મહેતાના માતુશ્રી થાય એ ન્યાયે ગુરૂદેવ પ્રત્યેનો એમનો અહોભાવ વધુ હોય એ સ્વાભાવિક છે. નાનુભાઇ મહેતા અને એમનાં સહચારિણી મીનાબહેનના પરિવારની નમ્રતા અને વિવેક શીલતા એમના ચારિત્ર્યના આભૂષણ છે. લંડનમાં ગુરુદેવના અનુયાયીઓ મોટી સંખ્યામાં છે. લંડન સ્થિત શ્રી જયસુખભાઇ મહેતા અને શ્રીમતી ઇલાબહેન મહેતા એમાંના એક છે. શ્રીમદ્ રાજચંદ્ર સોભાગ સત્સંગ મંડળ, યુ.કે.ના મુખ્ય કર્તા હર્તા છે. તેમના આદેશથી કૃપાળુ દેવ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્સંગ વિક્રમ નિઝામા ગૃપના કલાકારોએ આત્માને જ્ઞાનથી શણગારવાના માધ્યમ તરીકે ભક્તિ ગીતોને સૂરોથી સમુધુર બનાવી કરાવ્યો હતો. આ પ્રસંગે ઉત્તમભાઇ છેડાએ જણાવ્યું કે, “હું આત્મા છું એ જ્ઞાન લાધી જાય તો ભરી ભરીને જીવવા કરતા ભૂલી ભૂલીને જીવવામાં નિજાનંદ મળે છે. આપણે આપણી જાતને બદલાવી દેવાનો વિચાર કરીએ તો જીવનમાં વસંત આવ્યાની અનુભૂતિ થશે,’
નરસિંહ મહેતાનું ‘ઊંચી મેડી તે મારા સંતની ’ ભજને ભક્તિમાં રંગ પૂરી આદ્યાત્મિક જગતની પેલે પાર લઇ ગયું હતું.
પર્યુષણ પર્વની આરાધના કરતા જાણતાં-અજાણતાં, વાણી-વ્યવહાર કે વિચારમાં આપનું દિલ
દૂભાવ્યું હોય તો આપ સૌની મહેતા પરિવાર તરફથી ક્ષમાયાચના - મિચ્છામિ દુક્કડમ્
With best wishes from ....
Nanubhai Laxmichand Mehta • Minakshi Nanubhai Mehta
Daughter: Avni Sailesh Amlani • Son: Bejal N. Mehta
Mrs Sheetal Bejal Mehta • Amit N. Mehta

