વોશિંગ્ટન ડીસીઃ અમેરિકીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ સાથે એક મહત્ત્વપૂર્ણ સુરક્ષા કરારની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, લગભગ 9 મહિના પહેલાં તેમણે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની વાત કહી હતી. ટ્રમ્પે શનિવારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, ડેન્માર્ક અને ગ્રીનલેન્ડ સાથે થયેલા કરાર મુજબ અમેરિકા હવે ગ્રીનલેન્ડમાં પોતાની સૈન્ય ઉપસ્થિતિ અને તાકાત વધારી શકશે.
અમેરિકી અધિકારીઓ અનુસાર, આ ડીલ હેઠળ વોશિંગ્ટનને ગ્રીનલેન્ડમાં સૈન્ય પહોંચ, નવાં સૈન્ય ઠેકાણાં સ્થાપવાની અને હવાઈક્ષેત્રના મુક્ત ઉપયોગના સંપૂર્ણ અધિકારો પ્રાપ્ત થશે. આ કરારથી ચીન અને રશિયા જેવા ગેર-નાટો દેશોનાં સૈન્ય ઠેકાણાં અને તેમના સંવેદનશીલ રોકાણો પર સંપૂર્ણપણે રોક લગાવી દેવાશે.
