પર્યુષણ બાદ ચૈત્ય પરીપાટી કરવાની પરંપરા મુજબ નવનાત ભગિનીએ રવિવાર ૨૦ સપ્ટેમ્બરે ચૈત્ય પરીપાટીનો પ્રોગ્રામ યોજ્યો હતો, ખાસ કોચ કરી પાંચ ધામની યાત્રા સવારથી રાત સુધીની જેમાં કોલીન્ડલ જૈન દેરાસર, કેન્ટન દેરાસર, જલારામ મંદિર-સડબરી, અનુપમ મિશન ને ક્રોલીના સનાતન મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી. એના પ્રેસિડેન્ટ સુષમાબહેન અને કમિટીના સભ્યોએ ખાસ જહેમત ઊઠાવી વડિલ બહેનો, ખાસ કરીને ચાલવામાં તકલીફ અનુભવતાનો સવિશેષ ખ્યાલ રાખી પ્રેમપૂર્વક સાચવ્યાં હતાં. નવનાતના વિશાળ સ્વયં સેવકોની સેવા અને સમર્પણનું આ પ્રેરક ઉદાહરણ છે. સૌની અનુમોદના. જય જીનેન્દ્ર અને જયશ્રી કૃષ્ણ. પ્રણામ.

