લંડનઃ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના લંડનમાં શુભાગમનને વધાવવા હજારો હરિભક્તો શનિવાર 19 સપ્ટેમ્બર 2026ના રોજ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે ઉમટ્યા હતા. પૂજ્ય મહંત સ્વામી મહારાજ બુધવારે લંડન આવી પહોંચ્યા પછી તેમની ઉપસ્થ્તિમાં આ પ્રથમ મુખ્ય કાર્યક્રમ હતો. મહંત સ્વામી મહારાજ ત્રણ વર્ષ પછી પુનઃ લંડન આવ્યા છે તેનો ઉમળકો અને ઉત્સાહ આ મુલાકાતની તૈયારીઓમાં દેખાઈ આવ્યો હતો.
મહંત સ્વામી મહારાજે ભક્તોને ખાસ કરીને બે ક્ષેત્રો - ‘સત્સંગનું વાતાવરણ વધારવું’ અને ‘એક બીજાનો મહિમા સમજવો’ પર ધ્યાન કેન્દ્રિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમની સાંજના પ્રથમ હિસ્સામાં આ બે ઉપદેશોને ભક્તિભાવના ગીતો, વીડિયોઝ અને સ્વામીઓના પ્રવચનો દ્વારા ચરિતાર્થ કરાયો હતો, જેમાં ભક્તોને મહંત સ્વામી મહારાજની મુલાકાત માટે જ નહિ, પરંતુ તેમની વ્યક્તિગત આસ્થાને ગાઢ બનાવવા અને અરસપરસ સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરી શકાય તેના પર ધ્યાન અપાયું હતું.
પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ઢોલ-નગારાના ઉત્સાહી અવાજો સાથે સભાખંડમાં આનંદપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ બાળકો અને યુવાનોએ તેમના પુનરાગમનને વધાવવા વિશેષ નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. હરિભક્તો તેમની સાથે આરતીમાં સામેલ થયા હતા અને તે પછી મહંત સ્વામીના આગમન નિમિત્તે જે અંગત પ્રયાસો- કાર્યક્રમો તૈયાર કરાયા હતા તે પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. મહંત સ્વામીની મુલાકાત અર્થપૂર્ણ અને હેતુપૂર્ણ બની રહે તે માટે મહિનાઓથી ચાલતા સામૂહિક પ્રયાસોને પ્રતિબિંબિત કરવા સમર્પણ અને શિસ્તને હાઈલાઈટ કરતી શ્રેણીબદ્ધ રજૂઆતો કરવામાં આવી હતી.
ધર્મસભામાં અન્યોના સારા લક્ષણોને ઓળખવાના મહત્ત્વને પણ બિરદાવાયું હતું. એક ખાસ ઈનિશિયેટિવથી ભક્તો તેમની આસપાસ રહેલા લોકોમાં રહેલી રચનાત્મક લાયકાતો-લક્ષણોને ઓળખવા અને બિરદાવવા પ્રોત્સાહિત થયા હતા અને આજી પ્રતીકાત્મક પ્રસ્તુતિ મહંત સ્વામી મહારાજ સમક્ષ કરવામાં આવી હતી. સંયુક્તપણે આ અનુભવોએ દર્શાવ્યું હતું કે સ્વામી મહારાજની આ મુલાકાત માટેની તૈયારીઓ કેવી રીતે મંદિરને સજાવવા અને કાર્યક્રમોના આયોજનોથી પણ આગળ વધી ગઈ હતી. ઘણા લોકો માટે આ મુલાકાત આંતરદર્શન કરવા, તેમની આસ્થાને ગાઢ બનાવવા, અંગત નિષ્ઠા-સમર્પણને મજબૂત બનાવવા, અન્યોના ગુણોને બિરદાવવા અને તેમના ઉપદેશોને વ્યહવારમા મૂકવા માટેની અનોખી તક બની રહી હતી.
ઉજવણીઓ ગુરુના માર્ગદર્શન થકી જીવન જીવવામાં તેમના ગુરુને આવકારવામાં ભક્તોના આનંદને વ્યક્ત કરતી પ્રસ્તુતિ ‘ગુરુના વચનથી ગુરુને વધાવીએ’ની પ્રસ્તુતિ સહિત ભક્તિમય સંગીત અને નૃત્યથી ગુંથાયેલી રહી હતી.
પૂજ્ય મહંત સ્વામી મહારાજે સભાને આશીર્વાદ આપતા ભાર સાથે કહ્યું હતું કે અન્યોના ગુણોને ઓળખવા અને તેમાં સહભાગી બનવાની સાથોસાથ વ્યક્તિગત સત્સંગને શક્તિશાળી બનાવવાથી ભગવાન સ્વામિનારાયણની કૃપા સાંપડે છે. ઈતિહાસના અગ્રણી વ્યક્તિત્વોના ઉદાહરણો આપતા તેમણે સમજાવ્યું હતું કે, સાચો સંતોષ ભૌતિક સંપત્તિ અથવા સામાજિક દરજ્જાથી પ્રાપ્ત થતો નથી, પરંતુ આસ્થા અને સમર્પણથી ભરપૂર જીવન જીવવા થકી જ મળી શકે છે. સભામાં મહંત સ્વામી મહારાજને યુકેમાં આવકારવા પહોંચેલા બ્રેન્ટ કાઉન્સિલના લીડર કાઉન્સિલર મુહમ્મદ બટ્ટ સહિત અનેક મહેમાનો સામેલ થયા હતા. બટ્ટે BAPSના તેમના અનુભવો તેમજ નિસડન ટેમ્પલ દ્વારા બ્રેન્ટ, નિસડન અને યુકેને અપાતા યોગદાન વિશે જણાવ્યું હતું.
સ્વાગત સભામાં ત્રણ વર્ષ પછી મહંત સ્વામી મહારાજ પરત આવ્યા છે તેનું મહત્ત્વ જોવા મળ્યું હતું, લંડનમાં પરત થવા માટેની અપાર ખુશી જ નહિ, પરંતુ તેમના આગમન પહેલાથી જ તેમની ઉપસ્થિતિએ પ્રેરણાનું સર્જન કરેલું છે.

