સ્પેનના PMનાં પત્ની સામે ભ્રષ્ટાચારનો ટ્રાયલ ચાલશે

Wednesday 24th June 2026 06:57 EDT
 
 

પેરિસઃ સ્પેનમાં એક જજે વડાપ્રધાન પેડ્રો સાંચેઝના પત્નીને પદનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારના આરોપો હેઠળ ટ્રાયલનો સામનો કરવા તેમજ તેમનો પાસપોર્ટ જમા કરાવી દેવાનો આદેશ આપ્યો છે. જજ જુઆન કાર્લોસ પેઇનાડોએ આ ચુકાદો આપતાં દલીલ કરી હતી કે બેગોના ગોમેઝ દેશ છોડીને ભાગી જાય તેવી આશંકા છે. પાસપોર્ટ જમા કરાવવા ઉપરાંત તેમણે દર બે અઠવાડિયે કોર્ટમાં હાજર પણ થવું પડશે. જો કે, ટ્રાયલ માટેની કોઈ ચોક્કસ તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. આ નિર્ણયના કારણે સ્પેનમાં ભારે રાજકીય ગરમાવો આવ્યો છે.


comments powered by Disqus