એલિગન્સ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક તબીબી વિજ્ઞાન - અનુભવ અને ટ્રીટમેન્ટનો સંગમ

Tuesday 24th February 2026 08:45 EST
 
 

એલિગન્સ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક એટલે વિજ્ઞાન અને કલાનો સુમેળ સાધતું એવું સ્થળ જ્યાં સર્જિકલ ચોકસાઇને કુશળ કલાત્મક સ્પર્શ સાથે સાંકળી લેવામાં આવે છે. એલિગન્સ ક્લિનિક ભારતના ઉત્કૃષ્ટ પ્લાસ્ટિક સર્જરી નિષ્ણાતની સજ્જતા અને અત્યાધુનિક તબીબી સુવિધાનો સંગમ છે. છેલ્લા 15 વર્ષમાં હજારો દર્દીની સારવાર કરી ચૂકેલા ડો. રિતેશ પટેલ અને ડો. શ્રુતિ પટેલનું આ ક્લિનિક સ્કીન ટ્રીટમેન્ટથી અને શ્રેષ્ઠતમ કોસ્મેટોલોજી માટે આગવી નામના ધરાવે છે.
ડો. રિતેશ પટેલ પ્લાસ્ટિક સર્જરીમાં તેમના વિશ્લેષણાત્મક અભિગમ અને ટેકનીકલ સજ્જતા માટે જાણીતા છે. આ જ કારણસર તેઓ ગુજરાતના શ્રેષ્ઠ પ્લાસ્ટિક સર્જન પૈકીના એક છે. વ્યક્તિના સૌંદર્યને નિખારતી કોસ્મેટોલોજીમાં તો તેઓ ઉત્કૃષ્ટ કલાકાર જેવી સજ્જતા ધરાવે છે એમ કહીએ તો પણ અતિશ્યોક્તિ નથી. પ્લાસ્ટિક સર્જરીના ક્ષેત્રે નીતનવી ઊંચાઇને આંબવાની આ પ્રતિબદ્ધતા જ તેમને આ ક્ષેત્રે મોખરાનું સ્થાન અપાવે છે. તેઓ સારવારમાં અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે પરિણામે ઓછામાં ઓછી વાઢકાપ છતાં ઉત્કૃષ્ટ પરિણામ મળી રહે છે અને તે પણ બહુ ઓછા રિકવરી ટાઇમમાં. આથી જ જો તમે અમદાવાદમાં બેસ્ટ પ્લાસ્ટિક સર્જનની તલાશમાં હો તો તમે એલિગન્સ ક્લિનિકમાં એપોઇન્ટમેન્ટ મેળવીને ત્વચા સંબંધિત સમસ્યા માટે સચોટ સારવાર મેળવી શકો છો. જે લોકો આજીવિકા માટે ચહેરા અને દેખાવ પર નિર્ભર છે તેવા દર્દીઓ માટે તો એલિગન્સ ક્લિનિક શ્રેષ્ઠ વિકલ્પ છે.
ડો. રિતેશ પટેલે અમદાવાદની એનએચએલ મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ, એમ.એસ. અને એમ.સી.એચ.ની ડિગ્રીઓ મેળવી છે. સાથે સાથ તેઓ મુંબઇના વિખ્યાત એલ્યુર કોસ્મેટિક સેન્ટરના કોસ્મેટિક સર્જરીના ફેલો છે. ડો. શ્રુતિ પટેલ પણ ભારતના શ્રેષ્ઠ ત્વચારોગ નિષ્ણાતો પૈકીના એક છે. દરેક દર્દી પર વ્યક્તિગત ધ્યાન આપવાની સાથે સાથે તેઓ પહેલાં તો ત્વચા સંબંધિત સમસ્યાના મૂળ સુધી પહોંચે છે અને પછી તેના અસરકારક ઉપચાર સાથે શ્રેષ્ઠ સારવાર આપે છે. તેઓ દરેક દર્દીની ચોક્કસ જરૂરતને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ સ્કીન કેર પદ્ધતિઓ અપનાવે છે. તેઓ એન્ટી એજિંગ, ખીલવિરોધી અને સૌંદર્યને નિખારતી સારવારમાં અસાધારણ સફળતા હાંસલ કરી ચૂક્યાં છે.
2008થી તબીબી સેવા ક્ષેત્રે કાર્યરત ડો. શ્રુતિ પટેલ શ્રેષ્ઠ ડર્મેટોલોજિસ્ટ પૈકીના એક હોવા ઉપરાંત મુંબઇના એલ્યુર કોસ્મેટિક સેન્ટરની કોસ્મેટોલોજી અને લેસર ટ્રીટમેન્ટમાં ફેલોશિપ ધરાવે છે. વધુ માહિતી માટે જૂઓઃ www.elegance-clinic.com


comments powered by Disqus