ઓટ્ટાવાઃ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની ભારતના પ્રવાસે આવે તે પહેલાં કેનેડાએ એક મોટું પગલું ભર્યું છે. કેનેડિયન સરકારે 2008ના મુંબઈ આતંકી હુમલાના મુખ્ય કાવતરાખોરની ભૂમિકા ભજવનારા પાકિસ્તાની મૂળના ઉદ્યોગપતિ તહવ્વુર હુસૈન રાણાની નાગરિકતા રદ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. ભારત-કેનેડાની મિત્રતાની નવી શરૂઆતને ધ્યાનમાં રાખીને કાર્નીના આ પગલાંને ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

