લેન્ડમાર્ક આઉટરનેટ એક્ટિવેશન સાથે ટિલ્ડાએ લૂનાર નવા વર્ષની ઉજવણી કરી

Wednesday 25th February 2026 08:03 EST
 
 

લંડનઃ ટિલ્ડા દ્વારા ટોટ્ટેનહામ કોર્ટ રોડ ખાતે લેન્ડમાર્ક આઉટરનેટના સેન્ટ્રલ લંડન એક્ટિવેશન સાથે ચીની નવા વર્ષની ઉજવણી કરાઇ હતી. આ પ્રિમિયમ ડિજિટલ ટેકઓવપ 1.15 મિલિયન ઇમ્પ્રેશન ડિલિવર કરશે. ટિલ્ડા દ્વારા સોશિયલ મીડિયા અને ઘરો સુધી 9.1 મિલિયન ઇમ્પ્રેશન પહોંચાડવાનો અંદાજ છે.
ચીની નવા વર્ષની ઉજવણી માટે ટિલ્ડા દ્વારા પિકાડિલી સર્કસ અને લેસ્ટર સ્ક્વેર ખાતે પરંપરાગત લાયન ડાન્સ અને ડ્રમ પરફોર્મન્સનું આયોજન કરાયું હતું. વાઇબ્રન્ટ ચીની નવા વર્ષની ઉજવણીના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠાં થયાં હતાં.
આ ઝુંબેશ ટિલ્ડાના પ્રીમિયમ યુએસએ ગ્રેન 20 કિલોના પેકિંગને યુએસએ રાઇસ સાથેની ભાગીદારીમાં પ્રોત્સાહન આપે છે. તહેવારોના સમયગાળામાં આ ઉત્પાદન જથ્થાબંધ અને રેસ્ટોરન્ટ ગ્રાહકો માટે મહત્વનું બની રહે છે.
મૂલ્યની દ્રષ્ટિએ યુકેમાં ટોટલ રાઇસમાં નંબર વન બ્રાન્ડ ટિલ્ડા સાંસ્કૃતિક દ્રષ્ટિએ મહત્વના પ્રસંગોમાં વ્યાપક યોગદાન આપે છે જજેથી રિટેઇલ અને જથ્થાબંધ સેક્ટરમાં તેની નોંધ લેવાય.
ટિલ્ડાના માર્કેટિંગ વડા અન્ના બેહેસ્તીએ જણાવ્યું હતું કે, ટિલ્ડા બ્રાન્ડના વિકાસમાં સાંસ્કૃતિ પ્રસંગો કેન્દ્રસ્થાને છે. ચીની નવું વર્ષ પણ ઉજવણી અને વેપારની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે. આ વર્ષે પણ અમે ટિલ્ડાની વિઝિબિલિટી વ્યાપક બને તે માટે હિંમતપુર્વક પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે દરેકને નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ.
હીયરએન્ડનાઉ365ના સ્થાપક મનિશ તિવારીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ટિલ્ડા સાથેના કલ્ચર અને કોમ્યુનિટીને એક સાથે લાવવા માટેના અમારા કામ અંગે અમે ઘણા ઉત્સાહિત છીએ. 3000 કરતાં વધુ વર્ષથી ચીની નવા વર્ષની ઉજવણી થતી આવી છે અને તેમાં પણ યુકેમાં બ્રિટિશ ચાઇનીઝ કોમ્યુનિટી દ્વારા 200 કરતાં વધુ વર્ષથી ઉજવણી કરાય છે.
ટિલ્ડા લોન્ગ ગ્રેઇન યુએસએ રાઇસ આજે તેની હાજરી દ્વારા સાબિત કરે છે કે સુસંગતતા અને સંસ્કૃતિમાં સાતત્યતાથી જરૂર હોય ત્યાં દર્શાવવામાં આવે તે જ શ્રેષ્ઠ માર્કેટિંગ છે.


comments powered by Disqus