શેનઝેનઃ ચીનનાં શેનઝેનમાં 80 વર્ષ પછી એક નવો ઈતિહાસ રચાયો હતો. એપેકની બેઠકમાં હાજરી આપવા ચીન આવેલા વિશ્વના ત્રણ શક્તિશાળી નેતાઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, અમેરિકાનાં પ્રમુખ ટ્રમ્પ, તેમજ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે 90 મિનિટ માટે ઐતિહાસિક ત્રિપક્ષીય મંત્રણા યોજાઈ હતી. ત્રણેય નેતાઓએ તેમની બેઠકમાં ખાસ કરીને રશિયા અને યુક્રેન યુદ્ધ, અમેરિકા અને ઈરાન યુદ્ધ, વિશ્વને પરમાણુમુક્ત કરવા, શીતયુદ્ધની માનસિકતાનો ત્યાગ તેમજ ત્રણેય મહાસત્તા વચ્ચે ત્રિપક્ષીય સહયોગ સાધીને વિશ્વને શાંતિ અને સ્થિરતાની દિશામાં લઈ જવાના મહત્ત્વના મુદ્દે ચર્ચા કરી હતી. ત્રણેય દેશોએ ‘પીસ ડેકલેરેશન’ જારી કર્યું હતું અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જાળવવા વ્યૂહાત્મક સ્થિરતાને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા
વ્યક્ત કરી હતી.
સંયુક્ત ઘોષણા પત્ર અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન અને રશિયા સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા માટે સાથે મળીને કામ કરશે, જેથી સંગઠન વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં વધુ અસરકારક ભૂમિકા ભજવી શકે.

