પાકિસ્તાન છોડી ભારત આવવું છે, ભારત સાથે જોડાવાની ઇચ્છાઃ PoKના સ્થાનિકો

Wednesday 30th September 2026 06:05 EDT
 
 

મુઝફ્ફરાબાદઃ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર- PoKમાં આઝાદીના અવાજો વધુ તેજ બની ગયા છે. LoCથી લગભગ 7 કિ.મી. દૂર આવેલા મંધોલમાં 25 હજાર લોકોની ભીડ આંદોલન પર બેઠી છે.
પીઓકેમાં પાકિસ્તાની સેનાના વડા આસિમ મુનીર અને પાકિસ્તાનના પીએમ શeહબાઝ શરીફ વિરુદ્ધ નારા ગૂંજી રહ્યા છે. જોઇન્ટ અવામી લીગ (જેએએલ)ના નેતાઓ હવે આરપારની લડાઈ માટે કમર કસી ચૂક્યા છે. તેમણે સ્પષ્ટ જાહેરાત કરી છે કે પાકિસ્તાન સરકારે પૂંછ અને મેંધરનો રસ્તો ખોલવો પડશે. આ રસ્તો ભારત તરફ જાય છે.
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, અમે ભારત સાથે જોડાવા માગીએ છીએ. પાકિસ્તાની સરકારે પ્રદર્શનોને કારણે પીઓકેની સપ્લાય લાઇન કાપી નાખી છે. લોકો પાસે લોટ અને અન્ય ખાદ્યસામગ્રી નથી. 5 જૂનથી પીઓકેમાં ચાલી રહેલા આંદોલનના 115મા દિવસે સોમવારે મંધોલ વિસ્તારમાં ભારે ગતિવિધિ જોવા મળી.
પીઓકેના મુઝફ્ફરાબાદથી હવે લોકો એલઓસી પાસે એકત્ર થવા લાગ્યા છે. જેએએલના નેતાઓની અપીલ પર દરરોજ એલઓસી પર ભીડ વધી રહી છે. લોકોનું કહેવું છે કે, પાકિસ્તાની સરકારનું દમન હવે તેમના ઇરાદાને ડગાવી શકશે નહીં. પાકિસ્તાને વર્ષોથી તેમના અધિકારો દબાવ્યા છે, પરંતુ હવે હદ થઈ ગઈ છે. નિર્ણય થઈને રહેશે.
પીઓકેમાં હવે શું સ્થિતિ છે?
ગુપ્તચર એજન્સી આઇએસઆઇની ડાલા બ્રિગેડ એટલે કે એ જીપો, જેમાં લોકોને પકડીને લઈ જવાતા હતા, તે હવે નિષ્ફળ થઈ રહી છે. સ્થિતિ એવી બની ગઈ છે કે આઇએસઆઇના એજન્ટો હવે તેમને લઈને જતાં ગભરાવા લાગ્યા છે. પીઓકેના પ્રદર્શનકારીઓ આ જીપો પર પથ્થરમારો કરે છે.
આર્મી ચીફ મુનીર શું કરશે?
પાકિસ્તાની આર્મી ચીફ મુનીર માટે પીઓકેને પોતાના કબજામાં રાખવું અત્યંત જરૂરી છે. આ માટે તેઓ ગુપ્ત રીતે પીઓકેમાં પોતાના સૈનિકોને મોકલી રહ્યા છે. જો કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પાકિસ્તાની આર્મી પીઓકેમાં પ્રદર્શનકારીઓ વિરુદ્ધ પોતાના સૈનિકોને ઉતારી શકતી નથી.


comments powered by Disqus