માલાબાર ગોલ્ડની અનોખી ઓફરઃ માત્ર 25 ટકા એડવાન્સ આપી જ્વેલરી ખરીદમાં સોનાના દર લોક કરી લો

Wednesday 30th September 2026 07:19 EDT
 
 

વિશ્વના ચોથા ક્રમના સૌથી મોટા જ્વેલરી રીટેઈલર અને 14 દેશમાં 450થી વધુ શોરૂમ્સ ધરાવતા માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ દ્વારા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે અનોખી પે 25 ટકા એડવાન્સ ઓફર રજૂ કરવામાં આવી છે. આ ઓફરથી કસ્ટમર્સને ઉત્સવો માટે જ્વેલરી ખરીદવાનું આયોજન કરવાની સાથે જ પ્રવર્તમાન સોનાના ભાવ જાળવી રાખવાની મઝાની લાભકારી તક મળશે.
અનોખી પે 25 ટકા એડવાન્સ ઓફરઃ
• માત્ર 25 ટકા રકમ એડવાન્સ ચૂકવો અને સોનાના ભાવને લોક કરી લો.
• જો ખરીદી દરમિયાન સોનાના ભાવ વધે તો પણ બાંધેલા ભાવ-દરનો લાભ મેળવો.
• જો ખરીદી દરમિયાન સોનાના ભાવ ઘટે તો સોનાના નીચા ભાવનો લાભ મેળવો.
ગ્રાહકોને તહેવારોની સીઝનમાં સૌથી વધુ ફાયદો કરાવવા તૈયાર થયેલી આ ઓફર ખરીદારોને સોનાની કિંમતની માત્ર 25 ટકા રકમ ચૂકવીને સોનાના વર્તમાન ભાવ-કિંમતને 8 નવેમ્બર 2026 સુધી બ્લોક કરી દેવાની છૂટ આપે છે. જો આખરી ખરીદી કરતા પહેલાં સોનાનો ભાવ વધી જાય તો કસ્ટમર તેમણે બૂકિંગ કરતી વખતે સોનાના જે ભાવ હોય તે દરે ખરીદ કરી શકે છે. જો, ભાવ ઘટી ગયા હોય તો તે સમયે ચાલી રહેલા નીચા ભાવે પણ ખરીદ કરી શકે છે. આમ, ગ્રાહકને બંને પરિસ્થિતિમાં મહત્તમ લાભ મળે છે. ઉદાહરણ જોઈએ તો, જો કસ્ટમર GBP 1,000ના મૂલ્યની ગોલ્ડ જ્વેલરી ખરીદવાની યોજના કરતા હોય તો તેમણે સોનાના વર્તમાન ભાવને જાળવી રાખવા માત્ર GBP 250 જ ચૂકવવાની જરૂર રહેશે.
માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના MD -ઈન્ટરનેશનલ ઓપરેશન્સ, શામલાલ અહેમદે જણાવ્યું હતું કે, ‘તહેવારોની સીઝન માટે જ્વેલરીની ખરીદીનું આગોતરું આયોજન કરાતું હોય છે ત્યારે કિંમતની ચોકસાઈ કરી રાખવી તે ગ્રાહકો માટે મહત્ત્વની વિચારણામાં રહે છે. અમારી ‘25 ટકા એડવાન્સ ચૂકવણી ઓફર’ થકી ગ્રાહકો સોનાના આજના ભાવને ઓછામાં ઓછી કિંમતની આગોતરી ચૂકવણી સાથે સુરક્ષિત કરી લઈ તેમની ખરીદીનું વિશ્વાસ સાથે આયોજન કરી શકે છે તેમજ સોનાની કિંમતમાં કોઈ ફેરફારનો લાભ પણ હાંસલ કરી શકે છે. આવી અનોખી ઓફર ઊંચા મૂલ્ય, ફ્લેક્સિબિલિટી અને મનની શાંતિની ચોકસાઈ આપે છે તેમજ બજારભાવમાં ચડઉતરની ચિંતા રાખ્યા વિના તેમના ઉત્સવોને ઉજવવા પરફેક્ટ જ્વેલરીને પસંદ કરવામાં કસ્ટમર્સને ધ્યાન કેન્દ્રિત કરવાની છૂટ આપે છે. અમે આ મર્યાદિત સમયની ઓફરનો લાભ લેવા અને ઉત્સવોની તેમની ખરીદી માટે શ્રેષ્ઠ મૂલ્ય મેળવવા કસ્ટમર્સને પ્રોત્સાહિત કરીએ છીએ.’
25 ટકા એડવાન્સ ચૂકવણી વિકલ્પ ઉપરાંત, કસ્ટમર્સ 50 ટકા અને 100 ટકા એડવાન્સ ચૂકવણી સાથે અનુક્રમે 90 દિવસ અને 180 દિવસ માટે સોનાના સુરક્ષિત ભાવનો પણ લાભ લઈ શકે છે. માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના તમામ શોરૂમ્સ પર સમગ્ર વર્ષ દરમિયાન ગ્રાહકો આ વિકલ્પોનો લાભ લઈ શકે છે.


comments powered by Disqus