વોશિંગ્ટનઃ અમેરિકામાં એક અદ્ભુત કિસ્સો સામે આવ્યો છે. જ્યાં જોન નામના વ્યક્તિએ સપ્ટેમ્બર 1894નું એક મેગેઝિન આશરે 132 વર્ષ પછી કોનકોર્ડ
પબ્લિક લાઇબ્રેરીને પરત કર્યું છે. આટલા વર્ષો સુધી ઘરમાં જ પડ્યું હતું, પરંતુ જોનભાઇનું ધ્યાન ગયું જ નહીં તે પણ આશ્ચર્યજનક છે.
જોનના કહેવા અનુસાર, ‘ધ સેન્ચુરી ઇલસ્ટ્રેટેડ મન્થલી’ નામનું આ મેગેઝિન દાયકાઓથી તેમના ઘરમાં પડયું હતી, પરંતુ તેને કલ્પના પણ નહોતી કે આ મેગેઝિનનું આગવું મહત્ત્વ છે. જોનનું કહેવું છે કે તે પણ નથી જાણતો કે ઘરમાં આ મેગેઝિન આવ્યું ક્યાંથી? લાઇબ્રેરીના જૂના નિયમો મુજબ આટલા લાંબા સમય સુધી પુસ્તક કે મેગેઝિન રાખી મૂકવા માટે આશરે $11.5 લાખનો ફાઈન થતો હતો.
જોકે, લાઈબ્રેરીએ આ માટે લેટ ફી માફ કરી હોવાથી જોન પાસેથી કોઈ દંડ વસૂલવામાં આવ્યો નથી. હવે આ દુર્લભ મેગેઝિનને લાઈબ્રેરીના કોનકોર્ડ રૂમમાં ગત પહેલી સપ્ટેમ્બરથી હવે ડિસ્પ્લે પર રાખવામાં આવ્યું છે.

