'કલાની સેવા' નવરાત્રિ મહોત્સવ યોજિત રેફલ ડ્રોના વિજેતા

Wednesday 28th October 2026 09:10 EDT
 
 

વેમ્બલીના ઓકીંગ્ટન મેનોર સ્કૂલના સ્પોર્ટ્સ હોલમાં "કલાની સેવા"ના આયોજક શીના પોપટ, જયંતિભાઇ પોપટ તથા લતાબેન પોપટ દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી આયોજિત આ નવરાત્રિના ગરબા-રાસમાં દૂરદુરથી ખેલૈયા ભાગ લેવા ઉમટે છે. આ વર્ષે ગરબા 'કલાની સેવા' દ્વારા પરંપરાગત બેસ્ટ ડ્રેસ, બેસ્ટ એકશન માટે જુદી જુદી એઇઝ કેટેગરીમાં સ્પર્ધા યોજવામાં આવી હતી. એ સ્પર્ધાના વિજેતાના એવોર્ડ- ટ્રોફી  કમલેશભાઇ તથા પારૂલ બેન પાટણવાલા-'અક્ષર એનર્જી' અને  મિહિરભાઇ તથા સંજનાબેન શાહ-S.E. Tuitions દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રાન્ડ રેફેલ ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શરદ પૂનમના  દિવસે નાની બાળાઓના હસ્તે ગ્રાન્ડ રેફેલ ડ્રો કરાવીને વિજેતાઓના નામ જાહેર કરી ઇનામો આપવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ઇનામના વિજેતા ભરત રાજાણી  (જેના સ્પોન્સરર ફોરમ ઇન્સ્યૂરન્સ), બીજા ઇનામ વિજેતા પ્રવિણ પુરોહિત (જેના સ્પોન્સરર ટ્રાવેલ પેક) અને ત્રીજા ઇનામના વિજેતા દક્ષાબેન સોની બન્યા (જેના સ્પોન્સરર ગોલ્ડ બોક્સ-વેમ્બલી) હતા.


comments powered by Disqus