બોલિવૂડ જગતમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

Wednesday 02nd September 2026 05:21 EDT
 
 

રક્ષાબંધનના પાવન પર્વે અનેક બોલિવૂડ સેલિબ્રિટીસે ભાઈ-બહેનના પ્રેમભર્યા સંબંધની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી હતી. કોઈએ રાખડી બાંધી તો કોઈએ બાળપણની યાદગાર તસવીરો શેર કરીને ભાઈ-બહેનને શુભેચ્છા પાઠવી હતી.
(1) કંગના રનૌતે ભાઈ અક્ષતને રાખડી બાંધી: કંગના રનૌતે ભાઈ અક્ષત રનૌતને રાખડી બાંધતી તસવીરો શેર કરી હતી. જેમાં તેની ભાભી ઋતુ સાંગવાન પણ જોવા મળી હતી. કંગનાએ ભાઈના સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ માટે પ્રાર્થના સાથે રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી હતી. (2) પ્રીતિ ઝિન્ટાની ભાઈઓ સાથે તસવીરો: પ્રીતિ ઝિન્ટાએ ભાઈઓ સાથેની તસવીરો શેર કરતાં તેમને પોતાના ‘પાર્ટનર્સ ઈન ક્રાઈમ’ ગણાવી શુભેચ્છા પાઠવી હતી.
(3) જેનિલિયાની મસ્તીભરી રાખી: જેનિલિયા દેશમુખે ભાઈને રાખડી બાંધતી તસવીરો અને વીડિયો શેર કરતાં મજાકિયા અંદાજમાં જણાવ્યું હતું કે દર વર્ષે મોટી બહેનને જ ભેટ આપવાની અને ભાઈને લાડ કરવાના હોય છે, પરંતુ આ વખતે ભાઈએ ‘છોટા ગેંગ’ની મદદથી તેને હરાવી દીધી.
(4) સંજય દત્તનું લાગણીભર્યું બંધનઃ સંજય દત્તે રક્ષા બંધાવ્યા બાદ બહેનો પર વ્હાલ વરસાવતી તસવીરો શેર કરી હતી. તો
(5) મૃણાલ ઠાકુર અને (6) વિવેક ઓબેરોયે પણ રક્ષાબંધન પર્વની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જ્યારે રક્ષાબંધન પર્વની એડમાં અયોગ્ય વસ્ત્રો મામલે વિવાદના વંટોળે ચઢેલી ક્રિતી સેનને બહેન નુપુરને રક્ષા બાંધતી તસવીર શેર કરી હતી.


    comments powered by Disqus