ઢાકા: બાંગ્લાદેશમાં મોહંમદ યુનુસની વચગાળાની સરકાર દ્વારા હિન્દુઓ એટલે કે અલ્પસંખ્યકોની હત્યા કરનારા હત્યારાઓને બચાવવા તેમના પરના કેસ રદ કરવા એક વટહુકમ જાહેર કરાયો છે. જુલાઈ અને ઓગસ્ટની હિંસામાં જે કટ્ટરપંથીઓ પર હત્યાના કેસ કરાયા હતા તે તમામ આરોપીના કેસ રદ કરાશે.
આ માટે જુલાઈ અપરાઇઝિંગ વટહુકમ 2026 પસાર કરવામાં આવ્યો છે. રવિવારે રાત્રે તાબડતોબ તેને ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આમ હવે બાંગ્લાદેશમાં તમામ પ્રદર્શનકારીઓ પર કરાયેલા તમામ કેસ રદ કરાશે. જે કોઈ આરોપીઓ જેલમાં હશે તેમને તત્કાળ જેલમાંથી મુક્ત કરાશે. છૂટા કરવામાં આવનાર લોકોમાં અલ્પસંખ્યકોના હત્યારા ઉપરાંત પોલીસ કર્મચારીઓ અને અવામી લીગના કાર્યકરના હત્યારાઓને પણ જેલમુક્ત કરાશે. જે લોકો સાથે સરકારે નરમ વલણ અપનાવ્યું છે તેમાં મોટાભાગના કટ્ટરપંથીઓ છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે બહાર પાડેલો વટહુકમ ત્યાંના બંધારણનો ભંગ કરીને બહાર પડાયો છે તેથી તેની સામે સવાલો ઊભા થયા છે.

