ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે તાજેતરમાં જ ઉદ્યોગપતિઓને સંબોધતાં દેશની આર્થિક સ્થિતિ પર ખૂલીને વાત કરી. તેમણે કહ્યું કે, જ્યારે પાકિસ્તાને ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો, ત્યારે તેણે પોતાના મિત્ર દેશોથી ઉધાર માગવું પડ્યું અને દેશની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી. તેમણે અને અસીમ મુનીરે ઘણા દેશોનો પ્રવાસ કરી અબજો ડોલરની લોનની અપીલ કરી, જેથી IMFથી રાહત પેકેજ મળી શકે અને વિદેશી નાણાની અછતને પૂરી કરી શકાય.

