લંડનઃ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ગ્લોબલ કોઓપરેશન હાઉસ ખાતે ઉજવણી, ચિંતન અને પ્રેરણાના માહોલમાં ‘જ્યોત સે જ્યોત-અવેકન ધ લાઈટ વિધિન’ પ્રોગ્રામમાં દીવાળી અને આપણા દરેકના અંતરમાં પ્રગટતી જ્યોતના ઊંડા અર્થને સમજવા 400થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા ગાયિકા, નૃત્યાંગના અને વક્તા શિવાની ભામ્મેરના નૃત્ય દ્વારા ભગવાન ગણેશ અને માતા સરસ્વતીને આહ્વાન થકી સાંજનો આરંભ કરાયો હતો.
બ્રહ્માકુમારી બિન્દુએ બ્રેન્ટના મેયર કાઉન્સિલર આમેર આગા, ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર કાર્તિક પાન્ડે, હેરોના ડેપ્યુટી મેટર કાઉન્સિલર મીનાબહેન પરમાર, ઈલિંગના મેયર કાઉન્સિલર ફાદુમા મોહમદ, હર્ટ્સમીઅરના મેયર કાઉન્સિલર પરવીન રાણી સહિત સહુને આવકાર્યા હતા.
ડિફેન્સ હિન્દુ નેટવર્કના ચેર અને રોયલ એર ફોર્સના ફ્લાઈટ લેફ્ટનન્ટ નિગમ જોશીએ એજ્યુકેટર, વક્તા અને પ્રતિબદ્ધ ધ્યાનનિષ્ણાત સિસ્ટર જૈમિની સાથે પારિવારિક જીવન અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં અંતરજ્યોતિને જગાવવા અને તેને જાળવી રાખવા બાબતે વાર્તાલાપ કર્યો હતો.
બ્રેન્ટ મેયર, ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર, ઈલિંગના મેયર, હેરોના ડેપ્યુટી મેયર, હર્ટ્સમીઅરના મેયર, હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રેસિડેન્ટ તૃપ્તિબહેન પટેલ, ઈલિંગના પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્મા, iGlobal Newsના ક્રીએટિવ ડાયરેક્ટર દીનાબહેન લાડવા, BAPS સંસ્થા યુકેના પ્રતિનિધિ હરિશભાઈ ત્રિવેદી સહિતના મહાનુભાવોએ પ્રસંગોચિત સંબોધન કર્યા હતા.

