નવી દિલ્હીઃ પાકિસ્તાનના બહાવલપુરમાં આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબા અને જૈશ-એ- મોહંમદના ટોચના કમાન્ડર મૌલાના સલમાન અઝહરનું શંકાસ્પદ મોત થયું. સ્થાનિક મીડિયા અનુસાર સલમાનનું મોત અકસ્માતથી થયું. તે બહાવલપુરમાં તેના સંગઠનના માણસો સાથે ચાલીને જઈ રહ્યો હતો, ત્યારે પૂરઝડપે ધસી આવેલી કારે તેને ઊડાવી દીધો હતો.
મસૂદ અઝહરનો જમણો હાથ હતો સલમાન
મૌલાના સલમાન અઝહરને લશ્કર-એ- તોઇબા અને જૈશ-એ-મોહંમદમાં ટોચનો કમાન્ડર હતો. જૈશના સ્થાપક મસૂદ અઝહરનો તે જમણો હાથ ગણાતો હતો. મસૂદ અઝહરે બનાવેલા જૈશ અને લશ્કર-એ-તોઇબા લાંબા સમયથી ભારતમાં આતંકી હુમલા કરતાં આવ્યાં છે, જેમાં 2001નો સંસદ પર હુમલો, 2019નો પુલવામા આત્મઘાતી હુમલો અને 2025માં પહેલગામના હુમલાનો સમાવેશ થાય છે. મૌલાના સલમાન અઝહર મસૂદ અઝહરનો નજીકનો સંબંધી હોવાનું કહેવાય છે. ભારત પર થયેલા તમામ હુમલાનો પ્લાન અને તેનું ડિટેઇલિંગ સલમાન અઝહર કરતો હતો.

