બ્રાઝિલમાં ઊડતું પ્લેન 3 માળનાં બિલ્ડિંગમાં ઘૂસી ગયું, 3નાં મોત

Wednesday 06th May 2026 07:14 EDT
 
 

બ્રાઝિલના શહેર બેલો હોરિઝોન્ટેમાં એક એવી ઘટના બની છે, જેણે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાની યાદ અપાવી દીધી છે. અહીં એક નાનું પ્લેન અચાનક એક રહેણાક ઇમારત સાથે અથડાયું. થોડી જ પળોમાં ધુમાડો, આગ અને ચીસોથી આખો વિસ્તાર ધણધણી ઊઠ્યો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 3 લોકોના જીવ ગયા અને ઘણા ઘાયલ થયા. જો વિમાન થોડું પણ અલગ દિશામાં ગયું હોત તો નુકસાન વધુ થઈ શક્યું હોત.


comments powered by Disqus