લંડનઃ વોરવિકશાયરના નનેટનમાં રહેતા ૫૧ વર્ષીય નીક ટાયસનને ડોગ સાથે સેક્સ કરવા બદલ તેમજ બાળકોની અશ્લીલ તસવીરો જોવા અને અન્યોને મોકલવાના આરોપમાં વોરવિક ક્રાઉન કોર્ટે ગુનેગાર ઠેરવીને ૨૧ મહિનાની કેદ ફરમાવી હતી.
સ્ટોક ગોલ્ડીંગના પાઈન ક્લોઝ ખાતે રહેતા ટાયસન પર એનિમ વેલ્ફેર કાયદા હેઠળ કેસ નોંધાયો હતો અને અદાલતી કાર્યવાહી થઈ હતી.
માનસિક વિકૃતિ ધરાવતા ટાયસને તેના ડોગ સાથે સેક્સ માણ્યું હતું અને તેની અશ્લીલ તસવીરો ઈન્ટરનેટ પર શેર કરી હતી. અમુક સંજોગોને લીધે જજ તેના પર પ્રાણી પાળવા પર પ્રતિબંધ ફરમાવી શક્યા ન હતા. જોકે, જજે તેને ૧૦ વર્ષ માટે સેક્સ ઓફેન્ડરના રજીસ્ટરમાં રાખવા હુકમ કર્યો હતો.