• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૧૭-૦૬-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન રામ મંદિર, ૨૨ કિંગ સ્ટ્રીટ, સાઉથોલ UB2 4DA ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર શ્રી રામ મંદિર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૧૬.૬.૧૮ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રવિવાર તા.૧૭.૬.૧૮ બપોરે ૩ વાગે ભજન. બાદમાં આરતી અને મહાપ્રસાદ. સંપર્ક. 07882253540
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૧૬-૬-૧૮ સાંજે ૬.૩૦ સ્વામી શિવજ્યોતિષાનંદ દ્વારા કથા • રવિવાર તા.૧૭-૬-૧૮ સવારે ૧૦થી બપોરે ૨ શિવજી હોલમાં રુદ્રાભિષેક અને સાંજે ૬.૩૦થી રાત્રે ૮ દરમિયાન મંદિર હોલમાં કથા • સોમવાર તા.૧૮.૬.૧૮થી રવિવાર તા.૨૪.૬.૧૮ સાંજે ૬.૩૦થી રાત્રે ૮ સ્વામી શિવજ્યોતિષાનંદ દ્વારા કથા. સંપર્ક. 020 8553 5471
• દત્ત સહજ મિશન (યુકે) દ્વારા ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું ગુરુવાર તા.૨૧.૬.૧૮ સાંજે ૭.૩૦થી રાત્રે ૯.૩૦ દરમિયાન હેરીસ એકેડમી પર્લી, કેન્દ્ર હોલ રોડ, સાઉથ ક્રોયડન CR2 6DT ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07956 952 756
• ડેવોન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૈષ્ણવાચાર્ય પૂ. અભિષેકકુમારજીના મધુર કંઠે શ્રી હરિરાયજી મહાપ્રભુજી વિરચિત ‘નિત્યલીલા’ રસપાન કથામૃતનું ગુરુવાર તા.૨૧.૬.૧૮થી રવિવાર તા.૨૪.૬.૧૮ દરરોજ બપોરે ૩.૩૦થી સાંજે ૬.૩૦ દરમિયાન લોહાણા કોમ્યુનિટી LCNL ધામેચા હોલ, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, લંડન HA2 8AX ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. શકુંતભાઈ સોમૈયા 07710 505 317 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.15
• નિપ્પોન્ઝાન માયોહોજીના ઉપક્રમે શનિવાર તા.૨૩.૬.૧૮ વેસ્ટમિન્સ્ટર ઈન્ટરફેઈથ દ્વારા શાંતિ અને મૈત્રી માટે ૩૩મી વાર્ષિક બહુધર્મીય યાત્રાનું લંડન ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 7931 6028
• ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી જયંતી નિમિત્તે રવિવાર તા.૨૪.૬.૧૮ બપોરે ૧થી સાંજે ૫ દરમિયાન પાંચ કુંડી ગાયત્રી યજ્ઞ તથા સત્યનારાયણ ભગવાનની કથાનું માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર, ૨૦ એ રોઝમેડ એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 7EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07525 327 193
• સરે ગુજરાતી હિંદુ સોસાયટીની વાર્ષિક સાધારણ સભાનું રવિવાર તા.૨૪.૬.૧૮ બપોરે ૩થી પ દરમિયાન આર્ચબિશપ લેન્ફ્રેન્ક એકેડમી, મિચમ રોડ, ક્રોયડન CR9 3ASખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8689 4173
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો • મંગળવાર તા.૧૯.૬.૧૮ સાંજે ૬.૩૦ મલ્ટિમીડિયા વિશે ડો. માર્ટિન ક્લેટન અને લોરો લેનેટનું પ્રવચન અને પ્રેઝન્ટેશન • બુધવાર તા.૨૦.૬.૧૮ સાંજે ૬.૩૦ શ્રી એમનું યોગા - ધ ડાયનેમિક સાયકલ ઓફ લિવિંગ વિષય પર પ્રવચન • શુક્રવાર તા.૨૨.૬.૧૮ સાંજે ૬.૩૦ શ્રીમતી જયા રોનું ‘ફેટ, ફ્રી વિલ, લો ઓફ કર્મા’ વિષય પર પ્રવચન • સોમવાર તા.૨૫.૬.૧૮ સાંજે ૬.૩૦ સરોજવાદક ઈન્દ્રયુધ મજુમદારનો લાઈવ કોન્સર્ટ. સંપર્ક. 020 7491 3567
• ધ ભવન – ભારતીય સંસ્કૃતિ ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના કાર્યક્રમો • રવિવાર તા.૧૭.૬.૧૮ સાંજે ૬ બાલાદેવી ચંદ્રશેખર દ્વારા ‘બૃહદીશ્વરા’ • બુધવાર તા.૨૦.૬.૧૮થી શુક્રવાર તા.૨૨.૬.૧૮ રાત્રે ૮ વાગે નાટક ‘ ધ રિયુનિફિકેશન ઓફ ટુ કોરિયા’ સંપર્ક. 020 7381 3086
• ગેલેક્સી શોઝ પ્રસ્તુત કરે છે અરવિંદ શુક્લ, ભરત જિંઝાલા અને ભરત સોનીનો કોમેડી શો ‘હાસ્યનો વરસાદ લાફ્ટર એક્સપ્રેસ’ • શનિવાર તા.૧૬.૬.૧૮ રાત્રે ૮ વાગે વિન્સ્ટન ચર્ચિલ હોલ રાઈસ્લિપ. સંપર્ક. સીમા 07932 007 906 • રવિવાર તા.૧૭.૬.૧૮ બપોરે ૨ વાગે મેમરી લેન ફંક્શન હોલ, બોલ્ટન સંપર્ક. 01204 238 018 • બુધવાર તા. ૨૦.૬.૧૮ હેરો લેઝર સેન્ટર, હેરો સંપર્ક. રંજનબેન 07930 335 978 • શનિવાર તા.૨૩.૬.૧૮ રાત્રે ૮ વાગે બીંગ્લે હોલ બર્મિંગહામ B18 5PP સંપર્ક. સુભાષભાઈ 07962 351 170
• ગૌશાળા અને બેટી બચાવો બેટી પઢાવો અભિયાનના લાભાર્થે તા. ૨૦-૬-૧૮ બુધવારે સાંજે ૭ કલાકે ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, ૨૨ પામર્સસ્ટન રોડ, હેરો વિલ્ડસ્ટન HA3 7RR ખાતે હેમંતભાઇ ચૌહાણ રામદેવ પીર, જલારામ બાપા અને શીરડી સાંઇબાબાના ભજનો રજૂ કરશે. આજ સ્થળે તા. ૨૨થી ૨૮ જૂન રોજ સવારે ૧૧થી ૨ દરમિયાન દેવી નિધીજી અને નેહા જી સારસ્વતના મુખે શ્રી ભાગવદ કથાનું આયોજન કરાયું છે. પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8426 0678.
પૂ.રામબાપાના પુત્ર વિનય (બટુક) ભીમજીયાણીનું દુ:ખદ નિધન
વિલ્સડન સ્થિત વિનયભાઇ (બટુક) ભીમજીયાણીનું તા ૧૧ જૂન સોમવારે ૬૫ વર્ષની વયે દુ:ખદ નિધન થયું છે. બટુકભાઇના આત્માની શાંતિ અર્થે નોર્થ લંડન લોહાણા કોમ્યુનિટીના ધામેચા લોહાણા સેન્ટર (સાઉથ હેરો) ખાતે ૧૩ જૂન, બુધવારે સાંજે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સદગત શ્રી હનુમાનજીના પરમ ઉપાસક પૂજ્ય રામબાપા તથા પૂ. કાન્તાબેનના દીકરા થાય છે. પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્માને ચિરશાંતિ આપે એવી "ગુજરાત સમાચાર" પરિવારની પ્રાર્થના. સંપર્ક અનિલભાઇ [email protected];ભારતીબેન [email protected]
અવસાન નોંધ
મૂળ ગામ વસોના શ્રીમતી અતિલક્ષ્મી રજનીકાન્ત પટેલ તા. ૮-૬-૨૦૧૮ શુક્રવારે દેવલોક પામ્યાં છે. અંતિમ ક્રિયા તા. ૧૯-૬-૨૦૧૮ મંગળવારે સવારે ૧૧ કલાકે City of London Crematorium (South Chapel), Alderbrook Road, Manor Park, London E12 5DQ ખાતે રાખવામાં આવેલ છે. અંતિમ ક્રિયા પહેલા H L Hawes & sons, 106 Tanners Lane, Barking Side, Ilford, Essexમાં સવારના ૯-૧૫ વાગે પૂજા રાખવામાં આવી છે. No Flowers – donations to Cancer Research UK. Contact: Achla – 07775 542 363 / Vishal 07711 176 634.