• રાધાકૃષ્ણ મંદિર – શ્યામા આશ્રમ દ્વારા પૂ. વ્રજકુમારજી મહોદયશ્રીના મુખે શ્રીનાથ ચરિત્રામૃત કથાનું તા.૧૭થી તા.૨૧ઓગસ્ટ બપોરે ૩.૩૦થી સાંજે ૬.૩૦ દરમિયાન ધ મેમન સેન્ટર, ૩ વિયર રોડ, બાલમ લંડન SW12 0LT ખાતે આયોજન કરાયું છે. કથા દરમિયાન મહાપ્રસાદની વ્યવસ્થા છે. તા.૧૭ બપોરે ૧૨.૩૦ મંદિરમાં રાજભોગ ઉત્સવ, ૧.૩૦ પ્રસાદ, ૧.૩૦ રાસ ગરબા અને બપોરે ૨.૩૦ શોભાયાત્રા નીકળશે. સંપર્ક. દેવયાનીબેન પટેલ 07929 165 395
• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન દ્વારા પ્રેસ્ટન મંદિરના ૧૮મા પાટોત્સવ નિમિત્તે તા.૧૮ ઓગસ્ટે રામયાગ અને તા.૧૯ ઓગસ્ટે રુદ્રયાગનું સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. 01772 253 901.
• લંડન સેવાશ્રમ સંઘ ૯૯ એ ડેવનપોર્ટ રોડ, લંડન W12 8PB ખાતે ‘તુલસીદાસ જયંતી’ની ઉજવણીનું આયોજન તા. ૧૯ ઓગસ્ટ બપોરે ૨ વાગે કરાયું છે. સંપર્ક. 020 8743 9048
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું તા. ૧૨ ઓગસ્ટ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર ગોપીબેન સુદર્શનભાઈ ભાટિયા છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા યુકેમાં પ્રથમ વખત શ્રાવણ માસ નિમિત્તે ‘ધાર્મિક અંતાક્ષરી’નું તા.૧૩ ઓગસ્ટ સાંજે ૬થી ૮ દરમિયાન હેરો લેઝર સેન્ટર (મેન્સફિલ્ડ સ્વીટ), ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો મીડલસેક્સ, HA3 5BD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8426 0678
• ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા તા.૧૩ ઓગસ્ટ રાત્રે ૮ વાગે હેમંત ચૌહાણ અને ગીતા ચૌહાણના શિવ ભજનોનું ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર, ૨૨, પામર્સ્ટન રોડ, HA3 7RR ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8426 0678
• આનંદમૂર્તિ ગુરુમાના પ્રવચનનું તા.૧૭થી તા.૧૯ ઓગસ્ટ દરમિયાન નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેઈસ, મીડલસેક્સ UB3 1AR ખાતે આયોજન કરાયું છે. શુક્ર. તા.૧૭ સાંજે ૬થી ૮, શનિ. તા.૧૮ બપોરે ૪થી ૬ અને રવિ. તા.૧૯ બપોરે ૪થી સાંજે ૬ સંપર્ક. નિર્દોષકુમાર 07899 055 525
• GIEO Geeta દ્વારા પૂ. જ્ઞાનાનનંદજીની વાણીમાં ‘એન ઈન્વિટેશન ફોર ટેન્શન ફ્રી બ્લિસફુલ લાઈફ’ વિષય પર ગીતા સત્સંગનું તા.૨૦ ઓગસ્ટ સાંજે ૫થી૭ દરમિયાન મી શ્રી ગીતા ભવન ટેમ્પલ, ૭૦, ક્લેરડન પાર્ક રોડ, લેસ્ટર LE2 3AD ખાતે આયોજન કરાયું છે. બાદમાં મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. જીતેશભાઈ07989 777 790
• પૂ. ગિરીબાપૂની ‘શિવ કથા’નું તા.૨૦થી૨૬ ઓગસ્ટ સાંજે ૫.૦૦થી રાત્રે ૮.૦૦ દરમિયાન આર્ચબિશપ લેનફ્રેન્ક એકેડમી, મીચમ રોડ, ક્રોયડન CR9 3AS ખાતે આયોજન કરાયું છે. તા.૨૫ ઓગસ્ટે કથા બાદ શિવ સંગીત સંધ્યા. સંપર્ક. અશ્વિન પટેલ07949 888 226.
• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટનના ઉપક્રમે પૂ. અર્ચનાદીદી દ્વારા ‘શ્રીમદ દેવી ભાગવત કથા’નું તા.૨૨થી તા.૩૦ ઓગસ્ટ દરમિયાન શ્રી વેદ મંદિર, ૧, થોમસ હોલ્ડન સ્ટ્રીટ, બોલ્ટન BL1 2QG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. જીતુભાઈ07944 220 950
• ગેલેક્સી પ્રસ્તુત, ઈમ્તિયાઝ પટેલ લિખિત, દિગ્દર્શિત નાટક ‘પપ્પાની ધમાલ તો મમ્મીની કમાલ’ ના ઓગસ્ટ – ૨૦૧૮ના વિન્સ્ટન ચર્ચિલ હોલ રાઈસ્લિપ ખાતેના શોઝ • તા.૨૪. સાંજે ૬, સંપર્ક. પી આર પટેલ 07957 555 226 • તા.૨૫. સાંજે ૬, સંપર્ક. સુધા માંડવિયા 07589 529 388 • તા.૨૬. બપોરે ૨ સંપર્ક. જી પી દેસાઈ 07956 922 172 અને • તા.૨૬. સાંજે ૭.૩૦, સંપર્ક. કાન્તિભાઈ 07956 918 774 તેમજ તા.૨૭. સાંજે ૭, વીલીઓટ્સ થિયેટર, પોટર્સબાર, સંપર્ક. નીતિન શાહ020 8361 2475
• શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું તા.૧૧ ઓગસ્ટ સાંજે ૫.૩૦ વાગે બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન બિલ્ડિંગ, ૧૧૬ ઈલિંગ રોડ, વેમ્બલી HA0 4TH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07868 098 775
• વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા વેમ્બલી શ્રી સનાતન હિંદુ મંદિર થઈને હરે કૃષ્ણ ટેમ્પલ, વોટફર્ડની વાર્ષિક કોચ ટ્રીપનું તા. ૨ સપ્ટેમ્બરે આયોજન કરાયું છે. કોચ સવારે ૯ વાગે ઉપડશે. સંપર્ક. 020 8665 5502