સંસ્થા સમાચાર

Saturday 04th October 2014 10:38 EDT
 

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસા મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન તા. ૫-૧૦-૧૪ રવિવાર સવારના ૧૧-૦૦થી ૫-૦૦ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, વોટફર્ડ રોડ, હેરો, HA1 3UJ ખાતે કરવામાં આવ્યું છે. સ્પોન્સરર પીશુભાઇ અને રામબાપા છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* શ્રી જલારામ મંદિર, ૩૯-૪૫ અોલ્ડફિલ્ડ લેન સાઉથ, ગ્રીનફર્ડ UB6 9LB ખાતે તા. ૨-૮-૧૪ના રોજ સવાારે ૧૧થી ૪ દરમિયાન દુર્ગાષ્ટમી હવન થશે. સંપર્ક: 020 8578 8088.

* સરે સત્સંગ મંડળ, થોર્નટન હીથ દ્વારા તા. ૪-૧૦-૧૪ શનિવારના રોજ બપોરે ૧ થી ૪ દરમિયાન પાર્ચમોર ચર્ચના પોપ ઇન હોલ, પાર્ચમોર રોડ, થોર્નટન હીથ ખાતે સુંદર કાંડના પાઠ, હનુમાન ચાલીસા, ભજન કીર્તન વિ.નું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: મહેશભાઇ કવિ 020 8473 3121.

* બ્રહ્મ સમાજ નોર્થ લંડન દ્વારા તા. ૭-૧૦-૧૪ના રોજ સાંજે જેએફએસ સ્કૂલ, ધ મોલ, કેન્ટન, HA3 9TE ખાતે શરદપુનમ પ્રસંગે રાસ ગરબા થશે. તા. ૧૮-૧૦-૧૪ના રોજ SKLPC સેન્ટર, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ UB5 6RE ખાતે સવારે ૯થી ૫ દરમિયાન નવચંડી હવનનું આયોજન કરાયું છે. સંપર્ક: વિનોદભાઇ મહેતા 07770 730 202.

* ધ વાંઝા સમાજ યુકે દ્વારા તા. ૧૧-૧૦-૧૪ના રોજ શરદપુનમ પ્રસંગે સાંજે ૭-૩૦થી નવનાત સેન્ટર, પ્રિન્ટીંગ હાઉસ લેન, હેઇઝ ખાતે ચેરીટી ગરબા થશે. સંપર્ક: સુનિતા ચુડાસમા 07946 458 610.

* ગાયત્રી પરિવાર યુકે દ્વારા નવરાત્રી નિમિત્તે તા. ૫-૧૦-૧૪ના રોજ ૫ કુંડી યજ્ઞનું આયોજન માંધાતા યુથ એન્ડ કોમ્યુનીટી સેન્ટર, ૨૦એ રોઝમેડ એવન્યુ, વેમ્બલી HA9 7EE ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8907 3028.

* માનવધર્મ સોસાયટી અોફ યુકે દ્વારા પૂ. સતપાલજી મહારાજના પ્રવચનનું આયોજન તા. ૧૨-૧૦-૧૪ના રોજ સવારે ૧૧થી ૨-૩૦ દરમિયાન કિંગ્સબરી હાઇસ્કૂલ (લોઅર સ્કૂલ), બેકન લેન (સ્ટેગ લેન પ્રવેશ), કિંગ્સબરી NW9 9AT ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8907 5003.

* સત કેવલ સર્કલ દ્વારા તા. ૫-૧૦-૧૪ના રોજ બપોરે ૧થી ૫-૪૫ દરમિયાન પૂ. શ્રી અવિચલદાસજી મહારાજના પ્રવચન, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: યશવંતભાઇ07973 408 069.

* જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે ગૌરવ મઝુમદાર અને કૌશીક સેનના કોન્સર્ટ કાર્યક્રમનું આયોજન તા. ૧૨-૧૦-૧૪ના રોજ સાંજે ૬ કલાકે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8861 1207.

* ઇકેબાના ઇકેનોબો જાપાનીઝ ફ્લાવાર એરેંજીંગ પ્રદર્શનનું શાનદાર આયોજન ઇકેનોબો પરિવારના ૪૫મા હેડમાસ્ટર યુકી ઇકેનોબોના ઉપસ્થિતીમાં તા. ૧૧-૧૨ અોક્ટોબર ૨૦૧૪ના રોજ સવારે ૧૦-૩૦થી ૬ દરમિયાન ફેરફિલ્ડ હોલ, પાર્ક લેન, ક્રોયડન CR9 1DG ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: www.ikenobo.org.uk

* ભારતીય વિદ્યભાવન, ૪એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે રવિવાર તા. ૧૨-૧૦-૧૪ના રોજ સાંજે ૫-૩૦થી ડીનર સાથે 'પત્ની પધરાવો સાવધાન' નાટકના શોનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: સુરેન્દ્રભાઇ પટેલ 020 8205 6124.

* વિલ્સન સ્કૂલ, મોલીસન ડ્રાઇવ, વોલિંગ્ટન SM6 9JW ખાતે રવિવાર તા. ૫-૧૦-૧૪ના રોજ સવારે ૮-૩૦થી ૯-૪૦ યોગા અને તે પછી ૧૦થી ૧૧-૩૦ દરમિયાન ગીતા ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે. દર પંદર દિવસે આ વર્ગો ચાલશે, સંપર્ક: જોગેન્દ્ર 07956 952 756.

* રોકઅોન મ્યુઝીક દ્વારા ઉસ્તાદ રાહત ફતેહઅલી ખાનની 'કવ્વાલી ઇવનીંગ'નું આયોજન લેસ્ટર ડીમોંટફોર્ડ હોલ ખાતે તા. ૧૩-૧૦-૧૪ના રોજ સોમવારે સાંજે ૬-૧૫ કલાકે કરવામાં આવ્યું છે. સંપર્ક: 0116 2333 111.

* એશિયન મ્યુઝીક સર્કીટ દ્વારા વિખ્યાત સિતારવાદક ઉસ્તાદ નિશાત ખાનના સંગીત કાર્યક્રમનું આયોજન તા. ૧૨-૧૦-૧૪ના રોજ સાંજે ૭ કલાકે ધ કાડોગન હોલ, સ્લોન ટેરેસ, લંડનSW1X 9DQ ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8742 9911.

* અભિનેતા પરેશ રાવલના નાટક 'ડીયર ફાધર'ના શોનું આયોજન તા. ૧૦-૧૦-૧૪ શુક્રવારના રોજ સાંજે ૭ કલાકે ફેરફિલ્ડ હોલ, પાર્ક લેન, ક્રોયડન CR9 1DG ખાતે (સંપર્ક: કલ્પના 07958 78 139), * તા. ૧૧-૧૦-૧૪ના રોજ રાત્રે ૮ કલાકે લેસ્ટર ડીમોન્ટફોર્ટ હોલ, ખાતે (સંપર્ક: આનંદ ઇન્ટરનેશનલ 0116 266 7905), * તા. ૧૨-૧૦-૧૪ના રોજ સાંજે ૬-૩૦ કલાકે એવેન્ટીમ એપોલો, હેમરસ્મીથ W6 9QH ખાતે (સંપર્ક: બોક્ષ અોફિસ 0844 249 4300) નાટકના શોનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: વિડીયો રામા 020 8907 0116.

૦૦૦૦૦

દિવાળી મહોત્સવના કાર્યક્રમો (DC Box - Must)

  • પ્રકાશના સોનેરી પર્વ દીપાવલિની શુભ શરૂઆત તા. ૨૦મી અોક્ટોબર, ૨૦૧૪ને સોમવારથી થઇ રહી છે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ 'ગુજરાત સમાચાર' દીપાવલિ પર્વ પ્રસંગે આપના સમાજ, સંગઠન કે સંસ્થા દ્વારા યોજાતા વિવિધ કાર્યક્રમોની સંક્ષિપ્ત માહિતી 'સંસ્થા સમાચાર' વિભાગમાં તા. ૧૮-૧૦-૧૪ના અંકમાં પ્રસિધ્ધ કરનાર છે. આપની સંસ્થાઅો, મંદિરો કે સંગઠનો દ્વારા આયોજીત દિવાળી મહોત્સવ - કાર્યક્રમની માહિતી શ્રી કમલ રાવને તા. ૧૩-૧૦-૧૪ પહેલા ફેક્સ નં. 020 7749 4081 અથવા email: [email protected] અથવા પોસ્ટ દ્વારા મોકલવા વિનંતી.
  • તારાપુર યુકે દ્વારા દીવાળી ઉત્સવ, એજીએમ અને ડીનરનું આયોજન તા. ૧૨-૧૦-૧૪ રવિવારના રોજ બપોરે ૩થી ૧૦ દરમિયાન ધ કોમ્પટન સ્કૂલ, સમર્સ લેન, નોર્થ ફિંચલી N12 0QG ખાતે રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે ડિનર, મનોરંજન, ગરબા, રેફલનો લાભ મળશે. સંપર્ક: ભીરેન્દ્ર અમીન 020 8642 2069.
  • બ્રેન્ટ એલ્ડર્સ ગૃપ તરફથી દિવાળી મહોત્સવની ઉજવણી તા. ૫-૧૦-૧૪ના રોજ રવિવારે બપોરે ૧થી ૫ દમરિયાન બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન હોલ, ઇલીંગ રોડ, વેમ્બલી ખાતે કરવામાં આવ્યું છે. ગીત – સંગીત, ભોજન અને મનોરંજનનો લાભ મળશે. સંપર્ક: 020 8903 0260.
  • ૦૦૦

શુભલગ્ન

* શ્રીમતી પન્નાબેન અને શ્રી દીપકભાઇ ધીરજલાલ રાજાના સુપુત્રી ચિ. શ્રીનાના શુભલગ્ન શ્રીમતી અનીતાબેન અને શ્રી અમિતભાઇ પોપટના સુપુત્ર ચિ. મિનેશ પોપટ સાથે તા. ૯-૧૧-૧૪ના રોજ નિરધાર્યા છે. નવદંપતતીને 'ગુજરાત સમાચાર' પરિવાર તરફથી શુભકામના.

૦૦૦૦૦

મિલનકુંજ મેળાવડો

લોહાણા એન્ડ અોલ હિન્દુ ગુજરાતી યુથ સંમેલન – મિલનકુંજ મેળાવડાનું શાનદાર આયોજન તા. ૧૨-૧૦-૧૪ના રોજ બપોરે ૩-૩૦થી ૯-૩૦ દરમિયાન ડીનર સાથે હેરો હાઇસ્કૂલ એન્ડ સ્પોર્ટ્સ કોલેજ, ગેયટન રોડ, હેરો HA1 2JG ખાતે કરવામાં આવ્યું છે. લગ્નોત્સુક હિન્દુ - ગુજરાતી યુવાન યુવતીઅો પસંદગીનું પાત્ર નક્કી કરી શકશે. સંપર્ક: જેઠાલાલ હિંડોચા 020 8907 2238.

આપણા અતિથિ: ગાયક કલાકાર વિનોદ પટેલ

રાજકોટ – ગુજરાતના જાણીતા ગાયક કલાકાર અને દેશ વિદેશમાં ભારતીય સંસ્કૃતિ - સંગીત સાધનાનો પ્રચાર કરી રહેલા શ્રી વિનોદ પટેલ બ્રિટનની મુલાકાતે પધાર્યા છે. ગુજરાત ગૌરવ પુસ્કારથી સન્માનીત શ્રી વિનોદભાઇએ દેશ વિદેશમાં કુલ ૩,૦૦૦ સ્ટેજ શો આપી ચૂક્યા છે અને દેશના અનેક મહાનુભાવોને પોતાના કંઠથી પ્રભાવિત કરી ચૂક્યા છે. આ વર્ષે તેઅો બ્રાઇટન ગુજરાતી ક્લચરલ સોસાયટીના નિમંત્રણથી નવરાત્રી ઉત્સવ માટે પધાર્યા છે. સંપર્ક: 07459 842 494.

0000000000000000000000

શુક્રવાર તા. ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૪ની બપોરે સીનીયર લેડીઝ ગ્રુપ અોફ હેરોના ઉપક્રમે ઉર્મિલાબેન ઠક્કર OBEના નેતૃત્વ હેઠળ નવરાત્રિ નિમિત્તે ગરબા-રાસનું અાયોજન કરવામાં અાવ્યું હતું. જાણીતા ગાયીકા માયા દીપકના કંઠે અને યુવા કલાકાર ધૈવત જોશીના તબલા તાલે ૨૫૦થી વધુ બહેનોને કડવા પાટીદાર, હેરો ખાતે ગરબા-રાસની રમઝટ જમાવી હતી.

૦૦૦૦૦

કિંગ્સબરીની જ્યુઇસ સ્કૂલમાં શ્રી વાલમ બ્રહ્મ સમાજ દ્વારા અાયોજીત નવરાત્રિના ગરબા-રાસની એક ઝલકમાં નાના-મોટા ભાઇ-બહેનો સૌ કોઇ દાંડિયા રમવામાં મશગૂલ હતા. અાધશક્તિની ઉપાસના અને સંગીતની રમઝટ ગઢવી ગ્રુપે જમાવી અને યુવા કલાકાર પ્રીયેશ અને માયાબેનના પરંપરાગત ગરબાના સૂરોમાં સૌ કોઇ ઝુમી ઉઠ્યા હતા.

૦૦૦૦૦000000000

અવસાન નોંધ

* મૂળ સોજીત્રાના વતની અને ટૂટીંગમાં ગેસીયટ રોડ પર રહેતા શ્રી પિયુશભાઇ નગીનભાઇ પટેલના ધર્મપત્ની શ્રીમતી ધર્મિષ્ઠાબહેન (ડી)નું ૪૮ વર્ષની યુવાન વયે ગત તા. ૨૭-૯-૧૪ના શનિવારના રોજ રાત્રી દરમિયાન ઊંઘમાં જ દુ:ખદ અવસાન થયું છે. ફ્યુનરલ અને વધુ માહિતી માટે સંપર્ક: અતુલ પટેલ 020 8767 3971.

૦૦૦૦૦૦

સાભાર સ્વીકાર

* ગુજરાત આર્ય એસોસિએશન, લેસ્ટર યુકે દ્વારા તાજેતરમાં નવા બિલ્ડીંગનો પ્રોજેક્ટ પૂર્ણ કરી વિશાળ કોમ્યુનિટી સેન્ટર સમુદાયને અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રકાશીત કરવામાં આવેલ ૧૬ પાનાનું એ-ફોર સાઇઝનું સુંદર મનોરમ્ય તસવીર સાથેનું સોવેનીયર સાંપડ્યું છે. સંસ્થાના તમામ સદસ્યોને ખબ ખૂબ અભિનંદન.

૦૦૦૦૦


    comments powered by Disqus