લેસ્ટરના પ્રવેશદ્વારે ભવ્યાતિભવ્ય શ્રી જલારામ કોમ્યુિનટી સેન્ટર

Saturday 08th November 2014 12:44 EST
 
 

લેસ્ટરના લાફબરો રોડ પર અાવેલ શ્રી જલારામ પ્રાર્થના મંડળને ગત જુલાઈ ૨૦૧૪માં લેસ્ટર સિટી કાઉન્સિલે કોમ્યુિનટી સેન્ટર માટે ત્રણ માળનો ભવ્ય પ્લાન પાસ કર્યો છે. આર્કીટેક્ટ GUGએ પ્લાનિંગ પરમીશન મેળવી છે તેમણે અા સેન્ટરનો પ્લાન બનાવ્યોછે. બિલકુલ જલારામ મંદિરની પ્રતિકૃતિ સમાન અા ભવ્ય ઇમારત બરોબર મંદિર સામે જ આવશે. જાન્યુઅારી ૨૦૧૫થી અદ્યતન પ્રકારનો કોમ્યુિનટી હોલ બનાવી તેમાં વ્હીલચેર અને વિકલાંગો માટે તમામ પ્રકારની લેટેસ્ટ સુવિધાઅો હશે. નવા સેન્ટરનો ઉદ્દેશ માત્ર અાપણી આવતી નવી પેઢીમાં સંસ્કાર-સંસ્કૃતિ સિંચન કરી, ધર્મ, જ્ઞાનની રક્ષા કરવામાં આવશે. સહ મિડીયા અને મેનેજમેન્ટ અને કોમ્યુિનકેશન શીખવાડવામાં આવશે. સેન્ટરમાં નિયમિત પૂ. બાપાનો પ્રસાદ આપવામાં આવશે જેનો લાભ સ્થાનિક લોકો તેમજ બહારથી આવતા ભક્તો લઈ શકશે. અા ઇમારતનો પ્રથમ તબક્કો ૨૦૧૫માં પૂરો કરી સમાજને અર્પણ કરવામાં અાવશે. દ્વિતીય તબક્કામાં ઉપરના માળે આધુનિક સગવડતા વાળા ત્રણ ફ્લેટ ૨૦૧૬માં તૈયાર થશે અને તે બહારથી આવતા સાધુ-સંતો તેમજ ભક્તોના ઉતારા માટે હશે. અાપના યોગદાન માટે સંપર્ક 0116 254 0117.

000000000

અવસાન નોંધ

* વર્ષો સુધી દારેસલામ રહ્યા બાદ હાલ ફોરેસ્ટ ગેટમાં રહેતા કરમસદના શ્રી અરવિંદભાઇ અંબાલાલ પટેલ તા. ૩-૧૧-૨૦૧૪ના રોજ દેવલોક પામ્યા છે. તેમની અંતિમક્રિયા તા. ૯-૧૧-૧૪ રવિવારે સવારે ૧૧ કલાકે City of London Cemetery and Crematorium, South Chapel, Aldersbrook Rd, London E12 5DR ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8407 2875.

000000000

* શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા રાજેશ ખન્નાને અંજલિ અપાશે

શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા રાજેશ ખન્નાને અંજલિ આપવાના એક કાર્યક્રમનું આયોજન તા. ૧૬-૧૧-૧૪ રવિવારના રોજ સાંજે ૪-૩૦થી વેજ નોનવેજ ડીનર સાથે સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, જંકશન વિથ ધ એવન્યુ, વેમ્બલી મિડેક્ષ HA9 9PE ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: જ્યોત્સ્નાબેન 07904 722 575 અને ભાવનાબેન 07725 762 484.

૦૦૦૦૦

બર્મિંગહામના હોલ ગ્રીન સ્થીત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે તા. ૨૩-૨૪ના રોજ દીપાવલિ અને નૂતન વર્ષની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બર્મિંગહામના લોર્ડ મેયર અને કાઉન્સિલર શફીક શાહ અને સોલીહલના મેયર કાઉન્સિલર કેટ વાઇલ્ડ, એમપી લોર્લી બર્ટ, કાઉન્સિલરો સર્વશ્રી સામ બર્ડન અને જેરી ઇવાન્સ ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦૦૦૦૦૦

ઇસ્ટ લંડન સ્થિત અપ્ટન કોમ્યુનિટી એસોસિએશન ખાતે તા. ૨૩ અોક્ટોબરના રોજ દીપાવલિ પર્વની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલર્સ સર્વશ્રી લકમિની શાહ, મુકેશભાઇ પટેલ, ઉન્મેશભાઇ દેસાઇ, જોસ એલેક્ઝાન્ડર, એલીન એલારીસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તુત તસવીરમાં કાઉન્સિલર લકમિની શાહ દીપ પ્રગટાવી રહ્યા છે.

૦૦૦૦૦૦

* શ્રી ભાવેશભાઇ કલ્યાણજી કપાડીયાના માતુશ્રી શ્રીમતી ઇન્દુમતી કલ્યાણજી કપાડીયાનું ૭૯ વર્ષની વયે તા. ૩-૧૧-૨૦૧૪ સોમવારના રોજ મુંબઇ, ભારત ખાતે દુ:ખદ નિદન થયું છે. સ્વર્ગસ્થના મૃત આત્માને અંજલિ અર્પણ કરવા તા. ૯-૧૧-૨૦૧૪ રવિવારના રોજ સાંજે ૭થી ૯ દરમિયાન ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, ૨૨ પામરસ્ટન રોડ, હેરો HA3 7RR ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: ભાવેશ અને બીના કપાડીયા 07903 691 049.

૦૦૦૦૦૦


    comments powered by Disqus