• વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન, યુકે દ્વારા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના મુખે શ્રીનાથ ચરિત્રામૃત કથાનું શનિવાર તા. ૨૫ થી બુધવાર તા.૨૯ જૂન દરમિયાન દરરોજ સાંજે ૪થી ૭, ગીતા ભવન, હિંદુ મંદિર, વીથીંગ્ટન રોડ, માંચેસ્ટર M16 8LU ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. ગીતાબેન કોટેચા 07813 541 545
• કાર્ડિફ સનાતન ધર્મમંડળ એન્ડ હિંદુ કોમ્યુનિટી સેન્ટર દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું તા. ૧-૭-૧૬ને શુક્રવારે બપોરે ૧થી સાંજે ૭, તા. ૨-૭ સવારે ૮થી બપોરે ૩ અને રવિવાર તા.૧૦-૭-૧૬ સવારે ૯થી બપોરના ૨.૩૦ સુધી સીવ્યૂ બિલ્ડિંગ, લેવીસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતે આયોજન કરાયું છે. સંપર્ક વિનોદભાઈ 02920 623 760.
• ગુજરાત હિંદુ સોસાયટી સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતેના કાર્યક્રમો
• તા.૧૮-૧૯ જૂન સાંજે ૭.૩૦ કલાકે પૂ.શ્રી બાગીશ્વરીદેવી(દીદી)નું ‘લાઈફ વિધાઉટ સફરીંગ’ વિષય પર પ્રવચન • રવિવાર તા.૧૯ જૂન સવારે ૧૦.૩૦ કલાકે પૂજારી દ્વારા વડની પૂજા • રવિવાર તા.૧૯ જૂન સવારે ૯.૩૦થી બપોરે ૩.૩૦ સુધી ભજન ભોજન અને મેજિક ટચ તથા સમર ક્રાફ્ટનું આયોજન. સંપર્ક 01772 253 901.
• ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી જયંતી નિમિત્તે રવિવાર તા.૧૯-૬-૧૬ના રોજ બપોરે ૧ વાગે પાંચ કુંડી ગાયત્રી યજ્ઞનું માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર, ૨૦ A રોઝમેડ એવન્યુ, વેમ્બલી HA9 7EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. કપિલાબેન 020 8883 9540.
• ભવન સેન્ટર – ભારતીય વિદ્યા ભવન, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના કાર્યક્રમો • શનિ. તા.૧૮ અને રવિ. તા.૧૯ જૂન સાંજે ૫થી ૮.૩૦ ઉપહાર સ્કૂલ ઓફ ડાન્સના ઉપક્રમે ‘નૃત્ય ઉપહાર’ • આર્ટ એક્ઝિબિશન ‘મોડર્ન રીનેસન્સ’.તા.૨૩ જૂન બપોરે ૧થી તથા તા.૨૪ થી ૨૬ જૂન સવારે ૧૧થી સાંજે ૭.૩૦ સંપર્ક. 020 7381 3086.
• શ્રી રામ મંદિર, હિલયાર્ડ રોડ, લેસ્ટર LE4 5GG ખાતે મૂર્તિ પ્રતિષ્ઠાપન મહોત્સવ નિમિત્તે શુક્રવાર તા.૨૪થી રવિવાર તા.૨૬ જૂન સુધી દરરોજ સવારે ૭.૩૦થી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રવિવાર તા.૨૬ જૂન બપોરે ૧૨.૩૦થી મૂર્તિપ્રતિષ્ઠા કરાશે. સંપર્ક કાંતિભાઈ. 07877 636 579.
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા
શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા.૧૯-૬-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન, સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર અનૂપભાઈ અને રશ્મિતાબેન રાડિયા તથા પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310.
• રાધા કૃષ્ણ મંદિર, બાલહમ હાઈ રોડ, લંડન SW12 9AL ખાતે રવિવાર તા.૧૯-૬-૧૬ના રોજ બપોરે ૧૨થી ૩ આમ્રકુંજ મનોરથ – આંબા ઉત્સવ અને બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8675 3831
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૧૮ જૂન બપોરે ૧૨.૧૫ કલાકે હનુમાન ચાલીસા તથા રવિવાર તા.૧૯ જૂન બપોરે ૩ વાગે ભજન અને બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક. 07882 253 540.
• સાઉથોલમાં રામકથા - ચિન્મયા ધામ આશ્રમ - હરિદ્વાર દ્વારા લેડી માર્ગારેટ રોડ પર આવેલા વિશ્વ હિંદુ કેન્દ્રમાં શ્રી રામકથાનું તા. ૨૨ થી ૨૮ જૂન સુધી દરરોજ બપોરે ૩ થી ૬ દરમિયાન આયોજન કરાયું છે. હરિદ્વારથી આવેલા સ્વામી શ્રી ચિન્મયાનંદજી બાપુ શ્રી રામકથાનું રસપાન કરાવશે. આસ્થા ટીવી ચેનલ પર તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં. ૨૦
• બ્રહ્મર્ષિ શ્રી કુમાર સ્વામીની નિશ્રામાં વિભૂતિયોગના કાર્યક્રમોનું
• શુક્રવાર તા.૨૪-૬-૧૬ના રોજ બપોરે ૪ કલાકે કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો HA3 8LU તથા • રવિવાર તા.૨૬-૬-૧૬ બપોરે ૪ કલાકે મહેર કોમ્યુનિટી સેન્ટર, લેસ્ટર LE4 0BZ ખાતે આયોજન કરાયું છે. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૨૭ સંપર્ક. 01628 770 041
• દત્ત સહજ યોગ મિશન, યુકે દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મંગળવાર તા.૨૧ જૂન સવારે ૫.૧૫થી ૯ સુધી ધ્યાન, યોગ, પ્રવચનનું બેડિંગ્ટન કોન્ફરન્સ સેન્ટર, બ્રાન્ડન હાઉસ, ક્રોયડન CR0 4XS ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07903 223 550
• ભારતીય હાઈ કમિશન દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમો • રવિવાર તા.૧૯ જૂન સવારે ૯થી સાંજના ૬ સુધી વિવિધ સંસ્થાઓ દ્વારા યોગ નિદર્શન પોટર્સ ફિલ્ડ પાર્ક, ટાવર બ્રીજ, લંડન SE1 3JB • સોમવાર તા. ૨૦ જૂન સવારે ૮થી ૧૦ યોગ નિદર્શન, ધ્યાન અને પ્રાણાયામ, થેમ્સ નદી પર વેસ્ટમિન્સટર પાયરથી ટાવર બ્રીજની બોટ ટ્રીપમાં.
• શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળની વાર્ષિક સાધારણ સભા શનિવાર તા.૨૫-૬-૧૬ બપોરે ૨ વાગે ડો.જે સી હોલ નવયુગ સેન્ટર કોલિન્ડેલ, NW9 6SE ખાતે રાખવામાં આવી છે. સંપર્ક કે સી જૈન 020 8020 0469.
• શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ દ્વારા દર મહિનાનો સત્સંગ શ્રીમતી હંસાબેન મનહરલાલ શાહના પરિવાર તરફથી રવિવાર તા.૨૬-૬-૧૬ બપોરે ૩ વાગે ડો.જે સી હોલ નવયુગ સેન્ટર કોલિન્ડેલ, NW9 6SE ખાતે રાખવામાં આવ્યો છે. સંપર્ક. કુમાર 020 8908 2279