શિયાળામાં જે કંઇ પણ ખાધેલું હોય તે આખું વર્ષ ચાલે છે એમ કહેવાય છે. આથી જ શિયાળામાં ખજૂર ખાવી શ્રેષ્ઠ ગણાય છે. ખજૂરમાં સંપૂર્ણ પોષક તત્ત્વો રહેલા છે. ખજૂર ખાવાથી અનેક ફાયદા થાય છે. ખજૂરમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાયબર, વિટામિન-એ, વિટામિન-કે, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન વગેરે જેવા તત્ત્વો રહેલા છે.
• ખજૂરમાં રહેલું ફાયબર શરીરમાં સરળતાથી ભળી જાય છે, જે કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે. રાત્રે પલાળેલી ખજૂર સવારે ખાલી પેટે ખાઈને, તે પાણી પીઓ. આમ કરવાથી કબજિયાત હંમેશા માટે દૂર થશે.
• ઘણા લોકો ગમેતેટલું ખાય, પરંતુ તેમનું વજન વધતું જ નથી. ખજૂરમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. દરરોજ એક ગ્લાસ દૂધ સાથે ૪-૫ ખજૂર ખાવાથી તમારા વજનમાં ચોક્કસ વધારો થશે.
• બાળકોને જો ડાયેરિયા થઈ ગયા હોય તો મધ સાથે ખજૂર આપવાથી તેને રાહત રહેશે.
• ખજૂરવાળું દૂધ પીવાથી યુરિન સંબંધિત તકલીફ દૂર થાય છે. વૃદ્ધાવસ્થામાં વારંવાર આ તકલીફ થાય છે.
• લો બ્લડપ્રેશર વાળા દર્દીએ ૩-૪ ખજૂર ગરમ પાણીમાં ધોઈને ગાયના દૂધમાં ઉકાળીને દૂધ પીવી જોઈએ.
• સવાર-સાંજ ૩ ખજૂર ખાઇને ગરમ પાણી પીવાથી કબજિયાતની તકલીફ દૂર થશે.
• શરીરમાં રક્તની ઊણપ હોય તેમણે ખજૂર ખાસ ખાવી જોઈએ. તેમાં આયર્ન પ્રચુર માત્રામાં રહેલું હોય છે. એસિડીટી પણ ઓછી કરે છે.
• પ્રેગ્નન્ટ મહિલાઓએ ખજૂર ખાસ ખાવી જોઈએ. કારણ કે તેનાથી શક્તિ મળે છે અને તે શરીરમાં આયર્નની ઊણપ રહેવા દેતું નથી.
• ખજૂર થાકને પણ દૂર કરે છે. શરીરને શક્તિ પ્રદાન કરે છે અને શરીરને મજબૂત પણ બનાવે છે.