ચશ્માઘર એટલે ફેશન, સ્ટાઈલ, કમ્ફર્ટ, ટેક્નિક અને લક્ઝરીનું એકમાત્ર સ્થળ

આણંદનું ચશ્માઘર ગુજરાતમાં સૌથી જૂના ઓપ્ટિશિયન્સ અને કોન્ટેક્ટ લેન્સ કિલિનિક્સમાં એક છે જેની સ્થાપના 1954માં અમારા સ્થાપક શ્રી દલસુખભાઈ દેસાઈ દ્વારા કરાઈ હતી. ચશ્મા, સનગ્લાસીસ અને કોન્ટેક્ટ લેન્સની વાત આવે ત્યારે વિરાસત સમાન બની રહેલું ચશ્માઘર આણંદ અને આસપાસના જિલ્લાઓના લોકો માટે પારિવારિક ઓપ્ટિશિયન્સ ગણાય છે. દેસાઈ પરિવારની ત્રીજી પેઢી ચશ્માઘરનો વહીવટ સંભાળે છે. જે ચશ્માઘરનો આરંભ 1954માં નાની 300 સ્ક્વેર ફીટની દુકાન સાથે થયો હતો તે આજે આણંદના એમ.જી. રોડ પર 2000 સ્ક્વેર ફીટના વિશાળ અને વિશ્વસ્તરીય શોરૂમમાં વિસ્તરેલો છે. ચશ્માઘરની આ યાત્રામાં તાજેતરમાં જ શરૂ કરાયેલા ચશ્માઘર લક્સ – એ લક્ઝરી આઈવેર બૂટિક શોરૂમ સહિત3 આઉટલેટ્સનો સમાવેશ થાય છે.

ચશ્માઘર લક્સ વિશિષ્ટ આઈવેર બૂટિક છે જ્યાં, ફેશન, સ્ટાઈલ, કમ્ફર્ટ, ટેક્નિક અને લક્ઝરીની વ્યાખ્યા કરતી મેબેક, ક્રોમ હાર્ટ્સ, બ્વિલગારી, ચોપાર્ડ, પોર્શ ડિઝાઈન, સિલ્વટ, ડિટ્ટા વગેરે સહિત 40થી વધુ અગ્રણી લક્ઝરી બ્રાન્ડ્સ જોવાં મળશે. અમે બાલ્મેઈન પેરિસ, ગુસી, બર્બેરી, ટોમ ફોર્ડ, વેર્સાસે, પ્રાડા, હ્યુગો બોસ, મોં બ્લાંક, જિમ્મી ચૂ, એટનીઆ, બાર્સેલોના, કાઝાલ, મોડો, ડોલ્સે, ગબાના, જિઓર્જિઓ અરમાની, ટોરી બર્ક, કેટ સ્પેડ, ટિફાની, એમકે, એમ્પોરીઓ અરમાની, ડેવિડ બેકહામ, પોલીસ, સ્વારોવસ્કી, ફર્લા જેવી હાઈ એન્ડ ફેશન બ્રાન્ડ્સની સાથે અમે રેબાન,ઓક્લી,વોગ, પોલારોઈડ, કારેરા, મોલેસ્કિન, એલે, એસ્પ્રિટ વગેરે બજેટ ફેશન બ્રાન્ડ પણ રાખીએ છીએ. ચશ્માઘર આ બધી જ બ્રાન્ડ્સના ઓથોરાઈઝ્ડ ડીલર છે. અમારે ત્યાં સૌથી ઈકોનોમિક રેઈન્જથી શરૂ કરી રૂપિયા 4,50,000 (GBP 4,500) સુધીની કિંમતની ફ્રેમ્સ અને સનગ્લાસીસની શ્રેણી મળી શકશે.
અમારે ત્યાં તમારી આંખો તપાસવા માટે મેડિકલી સર્ટિફાઈડ 5 ઓપ્ટોમેટ્રિસ્ટ્સની ટીમ કાર્યરત છે. આંખની તપાસ અત્યાધુનિક ઓટો રીફ્રેક્ટ્રોમીટર્સ અને અન્ય સહાયક ઉપકરણો મારફત કરવામાં આવે છે. અમે દરેક વયજૂથ માટે શ્રેષ્ઠ ગુણવત્તાના સિંગલ વિઝન અને પ્રોગ્રેસિવ લેન્સીસ પૂરાં પાડીએ છીએ.
બાળકોમાં માયોપિયાના કેસીસ વધી રહ્યા છે ત્યારે આણંદમાં એસ્સિલોર અને નિકોન જેવી અગ્રણી બ્રાન્ડ્સના માયોપિયા કન્ટ્રોલ લેન્સીસ લોન્ચ કરનારા અમે સૌપ્રથમ ઓપ્ટિશિયન છીએ. ગુજરાતમાં આ પ્રકારના લેન્સીસનું વેચાણ કરનારા ઘણા થોડાં ઓપ્ટિશિયન્સમાં અમારો સમાવેશ થાય છે. ગ્રાહકો પોતાના લેન્સ દ્વારા મહત્તમ ચોકસાઈપૂર્ણ દૃષ્ટિનો અનુભવરી શકે તે માટે 0.1 mm ની ચોકસાઈ સાથેનું માપ લેવા ભારતમાં અત્યાધુનિક મેઝરમેન્ટ યુનિટ વિઝિઓફિસનો ઉપયોગ કરાતો હોય તેવા ઘણા થોડા ઓપ્ટિશિયન્સમાં અમે એક છીએ. અમે કૂપર વિઝન, બોશ એન્ડ લોમ્બ, એક્યુવે, એક્મે ઈત્યાદિ અગ્રણી બ્રાન્ડ્સના કોન્ટેક્ટ લેન્સીસ પણ રાખીએ છીએ.
અમારો મુખ્ય B2C ઈવેન્ટ લક્સ વ્યૂઝ
દર વર્ષે ડિસેમ્બરમાં યોજાતો અમારો મુખ્ય ઈવેન્ટ લક્સ વ્યૂઝ એક પ્રકારનો B2C ઈવેન્ટ છે જેમાં અમે 40 જેટલી લક્ઝરી બ્રાન્ડ્સને નવા કલેક્શન સાથે આમંત્રિત કરીએ છીએ. આ ઈવેન્ટ અમારા ગ્રાહકો તથા મુલાકાતી બિનનિવાસી ભારતીયો (NRIs)ને આ દરેક બ્રાન્ડ્સના સંપૂર્ણ કલેક્શન નિહાળવા અને તેમની પસંદગીના ચશ્મા અને સનગ્લાસીસની જોડીનું બૂકિંગની તક આપે છે. આ ઈવેન્ટનું આયોજન વૈભવી ફાઈવ સ્ટાર રિસોર્ટ મધુબન રિસોર્ટ્સ એન્ડ સ્પા આણંદ ખાતે કરાય છે. ભારતમાં આ એકમાત્ર B2C આઈવેર એક્ઝિબિશન છે જ્યાં 8,000થી વધુ ફ્રેમ્સ અને સનગ્લાસીસ જોવાં મળે છે. અમારા 2022ના ઈવેન્ટમાં ઓસ્ટ્રિયાના સિલ્વેટ (Silhouette)ના શ્રેષ્ઠ કારીગરો દ્વારા નિર્મિત નક્કર સોનાના અને 32 સુંદર કટ ડાયમન્ડ્સ જડેલાં સનગ્લાસ (એશિયામાં માત્ર એક નંગ)ને પ્રદર્શિત કરાયા હતા જેની કિંમત રૂપિયા 15,50,000 (15,500 પાઉન્ડ) રખાઈ હતી.