જલારામ મંદિર-યુકે દ્વારા વાંકાનેરમાં સેવાકાર્ય

વાંકાનેરઃ શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ-યુકે અને ગાયત્રી મંદિરના સંયુક્ત ઉપક્રમે વાંકાનેરમાં ૧૯ ઓક્ટોબરે મફત દંત ચિકિત્સા યજ્ઞનું આયોજન કરાયું હતું.  આ કેમ્પના દાતા શૈલેષભાઈ ચંદ્રકાંતભાઈ બરછા, અલ્કાબહેન બરછા અને દિવ્યેશ અને આનંદ બરછા-યુકે દ્વારા આર્થિક સહયોગ સાંપડ્યો છે. આ કેમ્પ માટે અમૃતભાઈ જે. રાજાણી (યુકે)એ પણ સહયોગ આપ્યો હતો.

• સાવરકુંડલામાં ઈંગોરિયાનું યુદ્ધ ખેલાયું

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં દર દિવાળીની ઈંગોરિયાનું યુદ્ધ ખેલાય છે. નાવલી નદી, મણીભાઈ ચોક, ગાંધી ચોક અને દેવળા ગેટનાં વિસ્તારોમાં ઈંગોરીયા-કોકડીની રમત ભાઈચારાની ભાવનાથી ખેલાઈ હતી. આ ઈંગોરિયાની રમતથી ક્યારેય કોઈ જાનહાનિ કે નુકસાન થતું નથી છતાં પણ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને ઈંગોરિયાની મજા માણવા દીધી હતી.

જલારામ મંદિર-યુકે દ્વારા વાંકાનેરમાં સેવાકાર્ય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.