ડાકોરના ઠાકોરને રૂ. બે કરોડનો મુગટ

ડાકોરઃ ગુરુપુષ્ય નક્ષત્ર પર્વ નિમિત્તે સુવર્ણની ખરીદી કરવી અને તેને ભગવાનને અર્પણ કરવાનું ખાસ મહત્ત્વ હોય છે. ૧૬ ઓક્ટોબરે ગુરુપુષ્યામૃતયોગ નિમિત્તે સવારે સાત કલાકે યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાયના મંદિરમાં એક વૈષ્ણવ ભક્તે રત્નજડિત સુવર્ણ મુગટ પ્રભુને અર્પણ કર્યો હતો.
મંદિરના મેનેજર રવિન્દ્રભાઈ ઉપાધ્યાયે જણાવ્યું કે, સવારે એક વૈષ્ણવ દર્શનાર્થે આવ્યા હતા. તેમણે ભગવાનના દર્શન કરીને ભાવવિભોર થઈને પ્રભુ સન્મુખ સુવર્ણ રત્નજડિત મુગટને અર્પણ કર્યો હતો અને ત્યાંથી રવાના થઈ ગયા હતા. આ મુગટમાં આશરે ૬ કિલો અને ૭૦૦ ગ્રામ સોનું તથા કિંમતી હીરાથી જડિત છે. બજારમાં તેની કિંમત રૂપિયા બે કરોડથી વધુ થાય છે.
