દ્વારકાધિશને ૧૪ કિલો ચાંદીના વાસણોની ભેટ
દ્વારકાઃ પશ્ચિમ ભારતના મહત્ત્વના તીર્થક્ષેત્ર એવા દ્વારકામાં દ્વારકાધિશને સોના-ચાંદીના મુગટ, હાર, થાળ, આભૂષણોની ભેટ ભક્તો ચઢાવતા હોય છે.
ધનતેરસના દિવસે એક દાતાએ પોતાનું નામ ગુપ્ત રાખીને ચાંદીના વાસણોની ભેટ મંદિરને આપી હતી. મૂળ દ્વારકાના અને જામનગરમાં વસતા એક હરિભક્તે દ્વારકાધિશ મંદિરમાં અંદાજે ૧૪ કિલોના ૫ નંગ મોટા થાળ, એક નંગ જગ તથા એક આરતીનું દાન કર્યું હતું. ચાંદીના આ વાસણોની કિંમત રૂ. સાડા પાંચ લાખ જેવી થાય છે. ઉલ્લેખનીય છે કે ઘણા ભક્તો પોતાના નામ સાથે ભેટ ધરાવતા હોય છે.
