પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં દીપાવલિ ઉત્સવ ઊજવાયો

તીર્થભૂમિ સારંગપુર ખાતે પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં દીપાવલિ ઉત્સવ ધામધૂમથી ઊજવાયો હતો. લક્ષ્મીપૂજન, શારદાપૂજન-ચોપડાપૂજન વિધિમાં હજારો ભાવિકો ઉપસ્થિત રહ્યાા હતા. નવા વર્ષના પ્રથમ દિને અહીં મહા અન્નકૂટ ધરાવાયો હતો. નવા વર્ષના આરંભમાં પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે ‘સૌ હરિભક્તો સુખી થાય એના દેશકાળ સારા થાય અને વિશ્વમાં શાંતિ સ્થપાય તે પ્રાર્થના!’
