બ્રિટિશ પર્યટકો ઉદાર અને વિવેકી

લંડનઃ વિદેશમાં રજાઓ માણવા જતા બ્રિટિશરો વિવેકી, સારું વર્તન કરનારા અને ઉદાર ટીપ આપનારાની પ્રતિષ્ઠા ધરાવે છે. જોકે, તેઓ શરાબપાન વધુ કરતા હોવાનો મત વિદેશની હોટલોના બાવન (૫૨) ટકા સ્ટાફ દ્વારા વ્યક્ત કરાયો છે.

સ્પેન, ફ્રાન્સ, ગ્રીસ, પોર્ટુગલ, કેનારી આઈલેન્ડ, મેક્સિકો, ઈટાલી, ઈજિપ્ત, બાલેરિક આઈલેન્ડ્સ અને તુર્કી સહિતના દેશોના લોકપ્રિય હોલિડે રીસોર્ટ્સના ૫૦૦ હોટેલ સ્ટાફની કરાયેલી પૂછપરછમાં ડચ પ્રવાસીઓ સૌથી આનંદી પર્યટકો ગણાયા હતા.
સર્વેમાં જણાયું હતું કે ૨૧ ટકા સ્ટાફે રજાઓ માણતા ડચ પ્રવાસીઓને સૌથી સારા ગણાવ્યાં હતાં, જ્યારે ૧૬ ટકા મત સાથે બ્રિટિશ પ્રવાસીઓ બીજા ક્રમે હતા. આ પછી, જર્મન પ્રવાસીઓને ૧૩ ટકા, સ્પેનિશ પ્રવાસીઓને ૧૧ ટકા અને આઈરિશ પ્રવાસીઓને આઠ ટકા મત મળ્યાં હતાં. સર્વેમાં ભાગ લેનારા ૬૫ ટકા હોટેલ સ્ટાફે બ્રિટિશ પર્યટકોને ટીપ આપવામાં ઉદાર ગણાવ્યા હતા.
બહુમતી ૫૪ ટકાએ બ્રિટિશ પર્યટકોને વધુ વિવેકી ગણાવ્યાં હતાં, જ્યારે ૧૧ ટકાએ અગાઉની સરખામણીએ તેમને ઓછાં વિવેકી ગણાવ્યા હતા. સમગ્રતયા ૭૧ ટકા સ્ટાફે બ્રિટિશરોના વર્તનને સારું ગણાવ્યું હતું, જ્યારે ૧૭ ટકાએ તેમને ખરાબ વર્તનવાળા ગણાવ્યાં હતાં.

બ્રિટિશ પર્યટકો ઉદાર અને વિવેકી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.