લેસ્ટરમાં દિવાળીનો ઝગમગાટ

લેસ્ટરમાં દિવાળીનો ઝગમગાટ

લેસ્ટરઃ પ્રકાશ પર્વ દિવાળીની ઉજવણી માટે ગયા શુક્રવારે અહીંના ગોલ્ડન માઇલમાં ૩૦ હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. ભારત બહાર થતી દિવાળીની આ સૌથી મોટી અને ભપકાદાર ઊજવણી માટે લોકો બેલગ્રેવ રોડ પર એકત્ર થયા હતા અને પરંપરાગત ગીત-સંગીત અને ગરબાની મજા માણી હતી. કોસિંગ્ટન સ્ટ્રીટ રિક્રિએશન ગ્રાઉન્ડમાં ભવ્ય આતશબાજી સાથે ઊજવણીનું સમાપન થયું હતું. ભારતના કલાકાર જનક ચૌહાણે બેલગ્રેવ નેબરહૂડ સેન્ટર ખાતે આકર્ષક રંગોળી દ્વારા લોકોના મન મોહી લીધા હતા.

જ્યારે ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીની બોલિવૂડ ડાન્સ સોસાયટીના સભ્યોએ પણ તેમના પરફોર્મન્સ માટે ભારે પ્રશંસા મેળવી હતી. લેસ્ટરના ડીન ડેવિડ મોન્ટેઈથે કહ્યું હતું કે, ‘પ્રકાશ આપણા તમામ ધર્મોમાં સર્વસામાન્ય પ્રતીક છે અને આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજય તરીકે મનાવવામાં આવે છે.’ જ્યારે લેસ્ટરના ડેપ્યુટી મેયર રોરી પાલ્મરે જણાવ્યું હતું કે, ‘આ વાતાવરણ ઘણું ભવ્ય હતું. લેસ્ટર તેના માટે ગૌરવ લઈ શકે તેવું હતું.’
લેસ્ટર હિન્દુ ફેસ્ટિવલ કાઉન્સિલના સેક્રેટરી જશવંત ચૌહાણે જણાવ્યું હતું કે, ‘મનોરંજનના તમામ કાર્યક્રમોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. યુવાનો અને વૃદ્ધોએ સાથે મળીને તેમના પરફોર્મન્સમાં શક્તિનો ધોધ દર્શાવ્યો હતો.’ લેસ્ટરની ઉત્સવ ઊજવણીઓ સમર્પિત કમિટીના મહિનાઓ લાંબા આયોજનની પરાકાષ્ઠા સમાન બની રહે છે.

લેસ્ટરમાં દિવાળીનો ઝગમગાટ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.