૩૫,૦૦૦ વર્ષ જૂનો હાથનો પંજો

ઇન્ડોનેશીયાના સુલાવેસીની ગુફાઅોમાં ચિતરવામાં આવેલ હાથનો પંજો અને અન્ય જંગલી પ્રાણીઅોનું ચિત્રકામ અોછામાં અોછું ૩૫,૦૦૦ વર્ષ જુનુ હોવાનું અને આ ચિત્રકલા આફ્રિકાથી આવી હોવાનું વૈજ્ઞાનિકો માની રહ્યા છે. ગુફાની દિવાલો પર આ ચિત્રકામ બાળકો અને તેમના માતા-પિતા દ્વારા કરાયું હોવાની માન્યતા છે.

૧૯૫૦માં આ ગુફાઅો પર ચિત્રકામ કરાયું હોવાનું બહાર આવ્યું હતું અને તે વખતે વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે તે ૧૦,૦૦૦ વર્ષ કરતા અોછુ જુનુ હશે તેમ જણાવ્યું હતું. તે વખતે તેમની દલીલ હતી કે ૧૦,૦૦૦ વર્ષ કરતા વધુ સમય સુધી ચિત્ર જળવાઇ શકે નહિં.

અોસ્ટ્રેલીયન અને ઇન્ડોનેશીયન સંશોધકોએ કરેલી તપાસમાં જણાયું હતું કે હાથનું ચિત્ર અોછામાં અોછું ૩૯,૯૦૦ વર્ષ જુનુ અને અન્ય પ્રાણીઅોના ચિત્રો ૩૪,૫૦૦થી ૩૫,૭૦૦ જેટલા જૂના છે.

૩૫,૦૦૦ વર્ષ જૂનો હાથનો પંજો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.