ઈયુના બેકાર નાગરિકોને લાખો પાઉન્ડ ચૂકવવા પડશેઃ

ઈયુ ઈમિગ્રેશન નિયમોના કારણે બ્રિટિશ કરદાતાઓએ લાકો પાઉન્ડની ચૂકવણી પૂર્વ યુરોપને કરવી પડશે. પૂર્વ યુરોપીય રાષ્ટ્રોએ તેમના બેકાર નાગરિકો યુકેમાં કામ કરે ત્યારે તેમને પૂરતા નાણાં ચૂકવાતા ન હોવાનો આક્ષેપ કર્યો છે. ઈયુ નિયમો અનુસાર વિદેશી કામદારે નેશનલ ઈન્સ્યુરન્સ ફાળો ચૂકવ્યો હોય અને તે વતન પાછો ફર્યો હોય ત્યારે સભ્ય દેશે તે કામદારના વતનના દેશને જોબસીકર્સ એલાવન્સ જેવાં ચોક્કસ લાભની ચૂકવણી ભરપાઈ કરી આપવાની રહે છે. બ્રિટન જણાવે છે કે બેનિફિટ્સ માટે લાયકાત મેળવવા કામદાર યુકેમાં રહ્યો હોય અને બેકાર હોય તેમ જ પૂરતાં પ્રમાણમાં નેશનલ ઈન્સ્યુરન્સ ફાળો ચૂકવાયો હોય તો જ તેના માટે નાણાં ચૂકવી અપાશે.

એન્ટિબાયોટિક્સ રેઝિસ્ટન્સ અંગે ચિંતાઃ કાર્ડિફ યુનિવર્સિટીના સંશોધકોના અભ્યાસમાં જણાવાયું છે કે જીપી દ્વારા અપાતાં સાતમાંથી એક એન્ટિબાયોટિક પ્રીસ્ક્રિપ્શન નિષ્ફળ જાય છે. આના પરિણામે, એન્ટિબાયોટિક્સ રેઝિસ્ટન્સ અંગે ચિંતા સર્જાઈ છે. અગાઉ, પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા પણ જીપી ઝાઝો વિચાર કર્યા વિના એન્ટિબાયોટિક્સ લખી આપતા હોવાનું જણાવાયું હતું. સંશોધકોએ ૧૯૯૧થી ૨૦૧૨ના ગાળામાં પ્રારંભિક સંભાળના ૧૧ મિલિયન એન્ટિબાયોટિક પ્રીસ્ક્રિપ્શન્સ પર નજર રાખી હતી. એન્ટિબાયોટિક્સ નિષ્ફળ જવાનો દર આ ગાળામાં વધ્યો હતો અને હજુ વધી રહ્યો છે.

ઈયુમાંથી બહાર નીકળવા જનમત માટે અભિયાનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને યુરોપીય યુનિઅનમાંથી બહાર નીકળવાના મતદાન માટે અભિયાન ચલાવવાનું સૂચન કર્યું છે. તેમણે કહ્યું હતું કે ઈયુમાં બ્રિટનના સભ્યપદ અંગે મહત્ત્વના સુધારા કરાવવામાં તેઓ નિષ્ફળ જશે તો જનમત શક્ય છે. ટોરી પાર્ટીના બીજા સાંસદ Ukipમાં જોડાયા પછી કટોકટી નિવારવાના ભાગરુપે કેમરને જણાવ્યું હતું કે બ્રસેલ્સ સાથે મુક્ત સંબંધોની વાટાઘાટમાં ઈમિગ્રેશન નિયમોમાં સુદારા કેન્દ્રસ્થાને રહેશે. જનમત અગાઉ બ્રિટનને છૂટછાટો માટે અન્ય રાષ્ટ્રો સહમત થવાનો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

ચાન્સેલર ઓસ્બોર્ન ૫૫ ટકાનો ડેથ ટેક્સ રદ કરશેઃ પેન્શનરો તેમના વારસદારો માટે વધુ નાણા વારસામાં છોડી જઈ શકશે. એપ્રિલ ૨૦૧૫થી પેન્શન પોટ્સ પર ડેથ ટેક્સ તરીકે ઓળખાતા ૫૫ ટકાનો દર રદ કરવામાં આવશે. ચાન્સેલર ઓસ્બોર્ને જણાવ્યું હતું કે લોકો તેમની મહેનતની કમાણીના પેન્શન વારસદારોને કરમુક્ત વારસા તરીકે મૂકી જઈ શકશે. આ સાથે ટોરી પાર્ટીની કોન્ફરન્સ પહેલા અન્ય લોકપ્રિય પગલાં જાહેર થવાની પણ શક્યતા છે. બ્રિટિશરોને તેમની પેન્શન બચતોમાંથી એન્યુઈટી ખરીદવાની ફરજ પાડતાં નિયમો પણ ચાન્સેલરે રદ કર્યાં છે.

નવા ૧૦૦,૦૦૦ ઘર માટે ટોરી પાર્ટીની યોજનાઃ વડા પ્રધાન ડેવિડ કેમરને કન્ઝર્વેટિવ પાર્ટીના ચૂંટણી મેનિફેસ્ટોમાં સામેલ કરાનારી નવા ૧૦૦,૦૦૦ ઘર માટેની યોજના જાહેર કરી છે. ટોરી પાર્ટીની આ ડેવલપર્સને યોજના એફોર્ડેબલ સોશિયલ હાઉસિંગ આવશ્યકતાની સેક્શન ૧૦૬ અન્વયેની જોગવાઈથી મુક્ત બનાવશે. તેઓ હાઉસિંગ માટે હાલ નહિ ફાળવાયેલી જમીન પર મકાનો બાંધી શકશે. આ નવા મકાનો ૨૦ ટકા ડિસ્કાઉન્ટથી મળશે અને ૪૦ વર્ષથી નીચેના પ્રથમ વખત ઘર ખરીદનાર લાભાર્થીને મળી શકશે.

પાસપોર્ટ ઓફિસ થેરેસા મેના સીધા અંકુશ હેઠળ મૂકાશેઃ ઉનાળામાં ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ ઈસ્યુ કરવામાં પાસપોર્ટ ઓફિસ દ્વારા લાંબા વિલંબની અરાજકતા બદલ પાસપોર્ટ ઓફિસના ચીફ એક્ઝીક્યુટિવ પોલ પઘે મોટી કિંમત ચૂકવવી પડશે. તેઓ વાર્ષિક £૧૦૪,૦૦૦ની નોકરી ગુમાવશે કારણ કે પાસપોર્ટ ઓફિસને અલગ સંસ્થા તરીકે નાબૂદ કરીને હોમ સેક્રેટરી થેરેસા મેના સીધા અંકુશ હેઠળ મૂકવામાં આવશે. હોમ સેક્રેટરીએ પાર્લામેન્ટમાં આ પગલાંની જાહેરાત કરી હતી. હોમ એફેર્સ સીલેક્ટ કમિટીએ પણ પાસપોર્ટ ઓફિસનું એજન્સી સ્ટેટસ રદ કરવા ભલામણ કરી હતી.

ડો. કરતાર લાલવાની ફ્રેન્ય યુનિવર્સિટી દ્વારા સન્માનિતઃ બ્રિટિશ વૈજ્ઞાનિક ડો. કરતાર લાલવાનીને અગ્રણી ફ્રેન્ય યુનિવર્સિટી અને સેન્ટર ફોર ડર્મેટોલોજિક રીસર્ચ દ્વારા ઓનરરી પ્રોફેસરશિપના ટાઈટલથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડો. લાલવાનીની શોધ પરફેક્ટિલની ફ્રેન્ચ ક્લિનિકલ ટ્રાયલના સફળ પરિણામો તેને વિશ્વની પ્રથમ બ્યૂટી ટેબ્લેટ તરીકે સ્થાપિત કરી હતી. પ્રસિદ્ધ ફ્રેન્ચ ડર્મેટોલોજીસ્ટ પ્રોફેસર ફિલિપ હમ્બર્ટે રોયલ સોસાયટી ઓફ મેડિસિન ખાતે આ જાહેરાત કરી હતી. બ્રિટિશ વૈજ્ઞાનિકને ફ્રેન્ય યુનિવર્સિટી દ્વારા ઓનરરી પ્રોફેસરશિપ સન્માનની આ બીજી અને ડર્મેટોલોજી ક્ષેત્રમાં પ્રથમ ઘટના છે.

ઈયુના બેકાર નાગરિકોને લાખો પાઉન્ડ ચૂકવવા પડશેઃ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.